Toyota Vellfireનું ભારતમાં બુકિંગ શરૂ, જાણી લો કિંમત અને ફીચર્સ

0
22

Toyota Kirloskar Motor (TKM)એ પોતાની લક્ઝરી MPV Toyota Vellfire માટે બુકિંગ શરૂ કરી દીધું છે. આ કારને બુક કરાવવા માટ તમારે 10 લાખ રૂપિયા આપવા પડશે. આ MPVની ડિલિવરી માટે વેઇટિંગ પીરિયડ મે, 2020 સુધી હોઈ શકે છે. ભારતમાં નવા મોડલની કિંમત 80 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કંપનીએ હાલ આ કારની કિંમત અંગે કોઈ જાણકારી આપી નથી. ભારતમાં આ લક્ઝરી MPV કમ્પ્લીટલી બિલ્ટ યૂનિટ તરીકે આવી શકે છે. ભારતમાં આ કાર 5 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવી શકે છે.

ભારતમાં તેની ટક્કર Mercedes Benz V-class સાથે થઈ શકે છે. Mercedes Benz V-classની ભારતમાં શરૂઆતી કિંમત 68.4 લાખ રૂપિયા છે. આ પ્રીમિયમ MPVમાં LED ડેટાઈમ રનિંગ લાઈટ્સની સાથે સ્પિલ્ટ હેડલેમ્પ્સ અને મોટી ક્રોમ પટ્ટીની સાથે ક્રોમ ગ્રિલ આપવામાં આવી છે. MPVમાં મોટા એરડેમ છે, જેનાથી બંને તરફ ટ્રાઈંગ્યુલર ફોગ લેમ્પ પોડ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં ઈન્ટીગ્રેટેડ ટર્ન સિગ્નલ્સની સાથે આઉટ સાઈડ રિયર વ્યૂ મિરર્સ છે.

તેના ઈન્ટીરિયરની વાત કરીએ તો તેનું ઈન્ટીરિયર બ્લેક કલરમાં છે. તેના ડેશબોર્ડ પર ફૉક્સ વુડ ફિનિશ મળશે. સેન્ટર કન્સોલના ચારેબાજુ સિલ્વર ફિનિશ આપવામાં આવ્યું છે, જેમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એસી મોડ્યૂલ છે. આ ઉપરાંત, વેલફાયરમાં લેધર-વુડન ફિનિશ મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હિલ અને ટ્વિન-પૉડ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યા છે.

આ પ્રીમિયમ MPVમાં વેન્ટિલેટેડ અને હીટેડ સીટ્સ મળશે, જેમાં મેમરી અને રેક્લાઈનિંગની સુવિધા હશે. આ ઉપરાંત, તેમાં લેધર અપહોલ્સ્ટ્રી, પાવર સાઈડ અને રિયર ડોર, ટ્વિન મોનોરૂફ, સનશેડ્સ, એમ્બિએન્ટ લાઈટિંગ, સીટ બેલ્ટ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પર્સનલ સ્પોટ લાઈટ્સ અને 7-એરબેગ્સ જેવા ઘણા ફીચર્સ મળશે. ભારતમાં Toyota Vellfireને 2.5-લીટર, પેટ્રોલ-હાઈબ્રિડ એન્જિનની સાથે લોન્ચ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એન્જિન કંટિન્યુઅસલી વેરિએબલ ટ્રાન્સમિશન (CVT)થી લેસ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here