Friday, March 29, 2024
HomeToyota ભારતમાં લોન્ચ કરશે Fortunerનું Facelift વર્ઝન, ટેસ્ટિંગ દરમિયાન દેખાઈ SUV
Array

Toyota ભારતમાં લોન્ચ કરશે Fortunerનું Facelift વર્ઝન, ટેસ્ટિંગ દરમિયાન દેખાઈ SUV

- Advertisement -

ભારતીય બજારમાં પ્રીમિયમ SUVની વાત કરીએ તો, Toyotaની Fortunerનો કોઈ જવાબ નથી. નેતાઓથી લઈને બિઝનેસમેન સુધી સૌની આ મનપસંદ કાર માનવામાં આવે છે અને પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાનારી કારોમાં તે સામેલ છે. Toyota પોતાની લોકપ્રિય SUV Fortunerને નવા લુકમાં રજૂ કરવા જઈ રહી છે. Toyota Fortuner એકદમ નવા અવતારમાં ટેસ્ટિંગ દરમિયાન પહેલીવાર દેખાઈ હતી. હાલની જનરેશનની Toyota Fortuner SUVના લોન્ચના 3 દિવસ વર્ષ બાદ પણ ભારતીય ગ્રાહકોમાં તે લોકપ્રિય બની રહી છે.

2016માં Toyota Fortunerને ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને 2018માં તેને અપડેટ કરવામાં આવી હતી. નવા ફેસલિફ્ટ વર્ઝનમાં ક્રોમના વધુ ઉપયોગને કારણે તે વધુ પોપ્યુલર બની છે. તેના લીક થયેલા ફોટાઓમાં નવી Facelift Fortunerમાં ફ્રન્ટ બમ્પર અને ગ્રિલની સ્ટાઈલિંગ એકદમ નવી છે. ફ્રન્ટ બમ્પરમાં Fortuner TRD Sportivoની જેમ ફોગ-લેમ્પ ઈન્સર્ટર્સ મળી શકે છે. આ Toyotaની લેટેસ્ટ-જનરેશન RAV4 SUVથી પ્રેરિત છે. RAV4ની જેમ નવી Fortunerની ગ્રિલમાં ઈન્સર્ટ્સ હશે. હેડલેમ્પ અને ટેલલેમ્પ ઈન્સર્ટ્સમાં બદલાવ કરવામાં આવ્યા છે, પરંતુ લાઈટ્સની ડિઝાઈન હાલના મોડલ જેવી જ છે. આ ઉપરાંત, Fortunerમાં બોડી ક્લૈડિંગમાં બદલાવ અને નવી ડિઝાઈનમાં એલોય વ્હિલ્ઝ આપવામાં આવી શકે છે.

નવી Facelift Fortunerના ઈન્ટીરિયરમાં અપગ્રેડેડ ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમની સાથે મામુલી ફેરફાર જોવા મળી શકે છે. તેના અપગ્રેડેડ વર્ઝનમાં 2.7-લીટર પેટ્રોલ અને 2.8-લીટર ડિઝન એન્જિન મળશે, જે BS6 નિયમો અનુસાર હશે. કમ્પ્લાયન્ટ હશે. Toyota Fortunerના નવા ફેસલિફ્ટ મોડલને ભારતીય બજારમાં 2020ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતીય બજારમાં તેની ટક્કર Ford Endeavour, MG Motorની આવનારી MG Maxus D90, Isuzu mu-X સહિત અન્ય SUV સાથે થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular