ટોયોટાના પ્લાન્ટમાં હવે મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝા ગાડીનું પ્રોડક્શન નહીં થાય, કંપનીએ આ નિર્ણય શા માટે લીધો જાણો

0
0

મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI)એ કહ્યું કે, તેની કોમ્પેક્ટ SUV વિટારા બ્રેઝાનું પ્રોડક્શન હવે અગાઉની જેમ કર્ણાટકના ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)ના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં નહીં આવે.

કંપનીએ કહ્યું કે, હવે તેને વિટારા બ્રેઝાની જગ્યાએ કેટલાક અન્ય મોડેલ્સ ફાળવવામાં આવશે, જે ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) પ્લાન્ટમાં બનાવવામાં આવશે. જો કે, અત્યારે મોડેલ્સના નામ જાહેર કરવામાં નથી આવ્યા. પરંતુ હવે આ મોડેલ્સ TKM પ્લાન્ટમાં બનાવવામાં આવશે, જ્યાં વર્કર યુનિયન અને મેનેજમેન્ટ વચ્ચેના મુદ્દાને કારણે કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે.

વિટારાને બદલે અન્ય મોડેલ્સ બનાવવામાં આવશે

MSIએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું કે, બોર્ડે આજે વિટારા બ્રેઝા પાસેથી TKMમાં બનાવવામાં આવેલું મોડેલને અન્ય મોડેલમાં બદલવા માટે મંજૂરી આપી દીધી છે. આ સંદર્ભમાં જ્યારે TKMના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, સુઝુકી અને ટોયોટા વચ્ચે ગંભીર વિચાર-વિમર્શ પછી બંને કંપનીઓએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. અમે અમારી ભાવિ પ્રોડકટ યોજનાઓ વિશે અત્યારે કંઈ કહેવા માગતા નથી.

TMKના પ્લાન્ટમાં પ્રોડક્શન થવાનું નક્કી થયેલ હતું

ગયા વર્ષે માર્ચમાં MSI બોર્ડે TKMના બિદાદી પ્લાન્ટમાં વિટારા બ્રેઝાના પ્રોડક્શનને મંજૂરી આપી હતી, જે વર્ષ 2022થી શરૂ થશે.

મારુતિ-ટોયોટાની ભાગીદારી જૂની છે

  • પહેલેથી જ ટોયોટા અને સુઝુકી વચ્ચેના વૈશ્વિક સહયોગ મુજબ, MSI વિટારા બ્રેઝાને TKMને વેચે છે, જે કેટલાક ડિઝાઇન ફેરફારો કર્યા પછી ડોમેસ્ટિક માર્કેટમાં તેને અર્બન ક્રૂઝર તરીકે મોડેલ વેચે છે. આ જ કરાર હેઠળ, TKMને MSIની પ્રીમિયમ હેચબેક બલેનો પણ મળે છે અને તેને ટોયોટા ગ્લેન્ઝા તરીકે માર્કેટમાં વેચે છે.
  • માર્ચ 2018માં વર્ષ 2017માં તેમની ભાગીદારીની ચર્ચાઓ ચાલુ રાખીને સુઝુકીએ ટોયોટાને પ્રીમિયમ હેચબેક બલેનો અને કોમ્પેક્ટ SUV વિટારા બ્રેઝાની સપ્લાય કરવાની સંમતિ આપી, જ્યારે ટોયોટાએ બદલામાં સુઝુકીને કોરોલા સિડેન આપવાનું નક્કી કર્યું .
  • બાદમાં બંને કંપનીઓ તેમના સહયોગના ક્ષેત્રને વિસ્તૃત કરવા અને ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટ, વ્હીકલ પ્રોજક્શન અને માર્કેટ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં નવા સંયુક્ત પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવા સંમત થઈ.
  • કરાર હેઠળ TKM સુઝુકી દ્વારા વિકસિત મોડેલનું પ્રોડક્શન તેના સંબંધિત બ્રાંડ નેટવર્ક દ્વારા ભારતમાં વેચાણ માટે કરશે.
  • આ ઉપરાંત, બંને કંપનીઓએ સુઝુકી દ્વારા વિકસિત મોડેલ્સની નિકાસમાં સહકાર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું, જેમાં TKM દ્વારા ઉત્પાદિત – ટોયોટાની ઇન્ડિયન બ્રાંચ-ભારતથી આફ્રિકા અને અન્ય માર્કેટમાં તેમના વૈશ્વિક વેચાણ નેટવર્ક દ્વારા સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here