Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝવેપાર મુદ્દે કડકાઈ : ચીને ઈતિહાસમાં પ્રથમ વખત રિઝર્વ ક્રૂડ વેચવા કાઢયું

વેપાર મુદ્દે કડકાઈ : ચીને ઈતિહાસમાં પ્રથમ વખત રિઝર્વ ક્રૂડ વેચવા કાઢયું

જગત જમાદાર અમેરિકાની વેપાર મુદ્દે કડકાઈ અને દિગ્ગજ કંપનીઓનું ભારત તરફ વધતું જોમ ચીન માટે આર્થિક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે. ચીનની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેણે પ્રથમ વખત સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કરવું પડયું છે.

જોકે ચીનની સરકારે કહ્યું છે કે આ પગલું ક્રૂડ ઓઇલના ભાવને અંકુશમાં લેવા માટે લેવામાં આવ્યું છે. તેનાથી વિપરીત નિષ્ણાતોનું કહેવું છે કે તેને ચીનમાં આર્થિક પડકારોમાં વધારા તરીકે જોવું જોઈએ. તાજેતરમાં જ ચીને કહ્યું હતું કે તે 2022ના અંત સુધીમાં 8.5 કરોડ ટનનો ઓઇલ રિઝર્વ બનાવવા માંગે છે, જે અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની સમકક્ષ છે.

આ લક્ષ્યાંક સાથે આગળ વધી રહેલ વિશ્વના સૌથી મોટા આયાતકાર તરફથી તેના ક્રૂડના ભંડારમાંથી ઓઇલ વેચવું આર્થિક સંકટ તરીકે જોવામાં આવી રહ્યું છે. ચીનના ગ્રેઇન એન્ડ મટિરિયલ્સ રિઝર્વના સ્ટીટ બુમરોએ જણાવ્યું હતું કે સ્ટેન્ટ કાઉન્સિલે પ્રથમ વખત નેશનલ રિઝર્વમાંથી ક્રૂડ ઓઇલને તબક્કાવાર રીતે વેચવાની મંજૂરી આપી છે.

સ્ટેટ બ્યુરોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે કંપનીઓ પર કાચા માલના ભાવ વધારાના દબાણ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. બજારમાં ઓપન બિડિંગ દ્વારા નેશનલ રિઝર્વ ક્રૂડ ઓઈલનું વેચાણ સ્થાનિક બજારમાં સપ્લાય અને માંગને સ્થિર કરશે. આ સાથે રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષાની ગેરંટી ઉપલબ્ધ રહેશે.

ચીનના સરકારી વિભાગ અનુસાર આ વેચાણ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કંપનીઓને કરવામાં આવશે. ચીને 2017 માં કહ્યું હતું કે તેણે દેશમાં 9 મોટા તેલ ભંડાર બનાવ્યા છે, જેમાં 3.77 કરોડ ટન ક્રૂડ ઓઇલ છે. ત્યારબાદ ચીને કહ્યું કે 2020ના અંત સુધીમાં તે તેના ભંડારમાં 8 કરોડ ટન ક્રૂડ એકત્રિત કરવા માંગે છે. જોકે કોરોનાકાળને પગલે આ લક્ષ્યાંક આગળ લંબાવાયો છે.

ચીનનો પ્રોડયુસર પ્રાઇસ ઇન્ડેક્સ 13 વર્ષની ટોચે

નિષ્ણાતોના મતે ચીનની અર્થવ્યવસ્થા મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ચીનનો પ્રોડયુસર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ઉત્પાદક ભાવ સૂચકાંક ઓગસ્ટ, 2021માં 13 વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. તેનું સૌથી મોટું કારણ પેટ્રોલિયમના ભાવમાં વધારો હોવાનું કહેવામાં આવ્યું હતું. દેશમાં વીજળીની માંગ પણ ઝડપથી વધી રહી છે.

આ કારણે ઘણા પ્રાંતોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. થોડા દિવસો પહેલા ચીની સરકારે ચેતવણી આપી હતી કે જો પેટ્રોલિયમ અને વીજળીના ભાવ વધતા રહેશે તો તેની આર્થિક વૃદ્ધિ અને રોજગાર પર અસર પડશે. સરકારે કહ્યું હતું કે આ ફુગાવો નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ પર ખરાબ અસર કરી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments