ટ્રેડ વોર અમેરિકાને પડ્યું ભારે, આ યાદીમાં ધકેલાયું બીજા ક્રમે

0
12

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ શરૂ કરેલી ટ્રેડવોરના કારણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ગ્લોબલ કોમ્પીટીવનેસ રિપોર્ટમાં અમેરિકા પાછળ ધકેલાઇને સિંગાપોર પછી બીજો ક્રમે આવી ગયું હતું. દાવોસમાં રાજકીય હસ્તીઓ અને વેપારના માંધાતાઓના ભપકાદાર વાર્ષિક મેળામાં આ ફોરમે 1979 પછીથીસ્પર્ધાત્મકતાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં લાંબા ગાળાની વૃદ્ધિ અને ઉત્પાદકતાના આકરણી ના આધારે ક્રમ અપાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇન્ડેક્સમાં ભારત પણ 10 ક્રમાંક પાછળ થઇ ગયું છે.

પાવરહાઉસ અમેરિકા સૌથી વધુ સ્પર્ધાત્મક દેશ

એહવાલમાં નોંધવામાં આવ્યું હતું કે અમેરિકા ઇનોવેશન ક્ષેત્ર હજુ પણ પાવરહાઉસ અને વિશ્વનું સૌથી વધુ સ્પર્ધાત્મક દેશ છે.જો કે કેટલીક મુશ્કેલીઓના સંકેત મળ્યા હતા, એમ ફોરમે કહ્યું હતું.’આના બે માર્ગીય રસ્તો છે જ નહીં, એની ખાતરી આપવી જરૂરી છે કે તમામ દેશો સ્પર્ધા માટે ખુલ્લા છે’એમ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર વિષે પૂછાતા ફોરમના મેનેજીંદ ડાયરેકટર સાદિયા ઝાહીદીએ કહ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે અમેરિકાના અનેક મુખ્ય વેપાર હરિફો પર લાદેલા ટેરિફની અસર અંગેની સંગીન માહિતીનો અભાવ કુલ વેપારની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત રહે છે.

અમેરિકામાં રોકારણકારોની સંખ્યામાં ઉતરોતર ઘટાડો

પરંતુ,અમેરિકામાં રોકાણ કરવા અંગેની લાગણી ધીમે ધીમે ઘટતી જાય છે’એમ તેમણે જીનીવામાં પત્રકારોને કહ્યું હતું.’આનાથી લાંબા ગાળાના રોકાણ પર અસર પડશે જે ે નિર્ણાયકો કેવી રીતે વિચારે છે તેની પર અસર કરશે અનેે અમેરિકાના બિન અમેરિકન વેપાર અગ્રણીઓના દ્રષ્ટીકોણ પર અસર કરશે’એમ ઝાહીદીએ કહ્ય્યું હતું.ફોરમનો સ્પર્ધાત્મકતાનો અહેવાલ પાકા આિર્થક આંકડાઓ ઉપરાંત એક્ઝિક્યુટિવ સર્વેના ભાગ પર આધારિત હોય છે.ઝાહીદીએ કહ્યું હતું કે ચીન કરતાં અમેરિકામાં આરોગ્યમય જીવન સાથેની ઉમરમાં પણ ઘટાડો થતાં યુએસનો ક્રમ નીચે ધકેલાયો હતો.

ચીન અને અમેરિકા વચ્ચેની તુલના

ગયા વર્ષે જારી કરેલા આંકડાઓ અનુસાર, વિશ્વ આરોગ્ય સસ્થાએ કહ્યું હતું કે ચીનમાં નવજાત બાળક68.7 વર્ષ સુધા આરોગ્યમય જીવનની આશા રાખી શકે છે, જ્યારે અમેરિકામાં જન્મેલું બાળક 68.5 વર્ષની આવર્દાની આશા રાખી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here