Friday, March 29, 2024
Homeઅમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર
Array

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર

- Advertisement -

અમેરિકા અને ચીન વચ્ચે વિશ્વમાં પ્રભુત્વ જમાવવા માટેની ગળાકાપ સ્પર્ધા છે : ભારત બંનેની ખેંચતાણનો જારદાર રીતે લાભ લઇ શકે છે

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આર્થિક લડાઇ ચાલી રહી છે. જાણકાર નિષ્ણાંતો અને આર્થિક પંડિતો સારી રીતે જાણે છે કે આ આર્થિક લડાઇનુ મુખ્ય કારણ રાજકીય છે. બંને દેશો વચ્ચે વિશ્વમાં પ્રભુત્વ જમાવવા માટેની એક પ્રકારની સ્પર્ધા છે. ભારત અથવા તો અન્ય કોઇ દેશ આને રોકવાની સ્થિતીમાં નથી. પરંતુ કેટલાક એવા ઉપાય છે જેના કારણે ભારત અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક લડાઇનો લાભ લઇ શકે છે. વેપાર શરતોને વધારે ઉદાર બનાવીને ભારતજોરદાર રીતે લાભ ઉઠાવી શકે છે.

જો અમેરિકા ચીનમાંથી આયાત કરવામાં આવતી ચીજા પર ડ્યુટીને લઇને મંજુરીની મહોર મારી દેશે તો અમેરિકી ગ્રાહકોને ચોક્કસપણે મોંધવારીનો સામવો ચોક્કસપણે કરવો પડશે.પરંતુ આ પગલાના કારણે ચીન પર અનેક ગણી માઠી અસર થશે. સાથે સાથે જેઝટીઇ જેવી મોટી કંપનીઓ દેવાળુ ફુંકી શકે છે. હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી સંરક્ષણવાદની લહેર ભારત માટે હાનિકારક છે. આના કારણે ભારતમાં રોકાણમાં બ્રેક વાગશે. મોંઘવારીમાં વધારો થશે અને ઇનોવેશનની ગતિ પણ ધીમી થઇ જશેય. ચીનની લોકપ્રિય ટેલિકોમ કંપની જેડટીઇ દ્વારા નવમી મેના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકી પ્રતિબંધ તેના પર અમલી થશે તો તે પોતાની ચીજાને રોકવા માટે મજબુર બની જશે. આ પહેલા અમેરિકાએ એક યાદી જાહેર કરીને ચીનમાંથી આયાત થનાર ૧૩૦૦ વસ્તુઓ પર ૨૫ ટકા ડ્યુટી વધારી દેવાની ઓફર કરી હતી. બંને મામલામાં ધમકી મળ્યા બાદ અમેરિકાની સરકારે નિર્ણયો હાલમાં ટાળી દીધા છે. એમ કહેવામાં આવે છે કે અમેરિકા-ચીન વેપાર મંત્રણા બાદ અમેરિકા દ્વારા કોઇ નવા પગલા લેવામાં આવનાર છે. બીજી બાજુ યુરોપિયન યુનિયને કહ્યુ છે કે જો અમેરિકા આયાત ડ્યુટી ઇયુ પર લગાવશે તો તે જડબાતોડ જવાબ આપશે. હવે ભારત સરકારની સામે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી આર્થિક લડાઇનો લાભ લેવાની તક રહેલી છે. સામાન્ય રીતે આ પ્રકારના યુદ્ધની વિશ્વ પર નકારાત્મક અસર થાય છે.

જ્યારે માર્ચ મહિનામાં અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ડ્યુટી લાગુ કરી હતી ત્યારે તે માત્ર ચીન પર નહીં બલ્કે અમેરિકાને નિકાસ કરનાર તમામ દેશો પર ડ્યુટી લાગુ થઇ ગઇ હતી. ભારતીય સ્ટીલ અમેરિકામાં ખુબ ઓછા પ્રમાણમાં નિકાસ થાય છે જેથી ભારત પર તેની કોઇ વધારે અસર સ્થાનિક બજારમાં થઇ ન હતી. પરંતુ મેક અમેરિકા ગ્રેટ અગેઇનના કારણે જા અમેરિકા ટેક્સટાઇળ અને દવા જેવી મહત્વપૂર્ણ ભારતીય ચીજો પર ડયુટી વધારી દેવાની શરૂઆત કરે છે તો અમારી અર્થવ્યવસ્થા પર તેની પ્રતિકુળ અસર થનાર છે. જ્યાં સુધી ચીન અને અમેરિકાની વાત છે તો જંગમાં બન્ને ઘાયલ થશે. પરંતુ તમામ લોકો જાણે છે કે અમેરિકા હાલમાં ચીન કરતા વધારે સારી સ્થિતીમાં છે. કારણ એ છે કે ચીનની અર્થવ્યવસ્થા નિકાસ પર ટકેલી છે. આ નિકાસ પૈકી ૧૮ ટકા હિસ્સો સીધી રીતે અમેરિકા જાય છે. નાણાંકીય રીતે અમેરિકાની આયાત તેના નિકાસ કરતા ખુબ વધારે છે. આ વેપાર ખાદ્યને તેની દુખતી નસ તરીકે ગણવામાં આવે છે. રાજકીય રીતેજોવામાં આવે તો તે અમેરિકાના હથિયાર તરીકે બની જાય છે. જો અમેરિકા ચીનમાંથી આયાત થતી ચીજ વસ્તુઓ પર ડ્યુટી લાગુ કરવાની શરૂઆત કરશે તો અમેરિકી ગ્રાહકોને ચોક્કસપણે મોંઘવારીનો સામનો કરવો પડશે. મોંઘવારી પણ વધશે. જો કે ચીનને વધારે નુકસાન થનાર છે.

અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક લડાઇ માટેનુ કારણ રાજકીય છે. બન્ને દેશો વચ્ચે વિશ્વના દેશોમાં પ્રભુત્વ જમાવવા માટેની લડાઇ છે. ભારત અને ત્રીજા કોઇ દેશ આને રોકવા માટેની સ્થિતીમાં નથી. ભારત આ સંકટને અવસરમાં ફેરવી શકે છે. વેપાર શરતોને ઉદાર બનાવવામાં આવે તો ભારતને ફાયદો થઇ શકે છે. મુશ્કેલના દોરમાં આયાત ડ્યુટીને એકતરફી રીતે ઘટાડી દેવાથી ભારતને કુલ ત્રણ ફાયદા થઇ શકે છે. પ્રથમ લાભ એ થશે કે ભારતને વેપાર યુદ્ધમાં મોંઘવારીથી બચાવી શકાશે. આજે દરેક દેશ આયાત પર પ્રતિબંધ મુકે છે. જા અમે આ ટ્રેન્ડથી આગળ વધીને આયાતને સરળ બનાવી દઇશુ તો અમેરિકા હોય કે ચીન દરેક દેશ ભારત જેવા મોટા માર્કેટમાં વધારે તેજી સાથે નિકાસ કરવા માટે ઇચ્છશે નહી. આના કારણે ભારતીય ગ્રાહક માટે વિકલ્પ વધશે. સાથે સાથે મોંઘવારીથી રાહત મળશે. સ્માર્ટ ફોનને લઇ લેવામાં આવે તો ચીન, દક્ષિણકોરિયા અને અન્ય દેશોંમાં બનેલા ફોન ભારતમાં આયાત થાય છે. કરોડો ભારતીય લોકોએ ગબડી રહેલી કિંમતોનો લાભ લીધો છે. હવે અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણના કારણે ફરી એકવાર ફોન મોંઘા થઇ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular