અમદાવાદ : જમાલપુર APMC શાકમાર્કેટના વેપારીઓ હડતાળ પર ઉતર્યા

0
5
  • જમાલપુર APMC શાકમાર્કેટના વેપારીઓમાં ભારે નારાજગી
  • એક દિવસમાં માત્ર 53 વેપારીઓને વેપારની છૂટ અપાઈ
  • વેપારીઓ હડતાળ પર ઉતરતા આજથી શાકભાજીની અછત સર્જાશે

અમદાવાદ શહેરના જમાલપુર એપીએમસી શાકમાર્કેટમાં પોલીસે માત્ર 53 વેપારીને જ પરવાનગી આપતા વેપારીઓ નારાજ થયા છે. જેને લઇ હડતાળ ઉતર્યા છે. મળતી વિગત મુજબ, 156 વેપારીઓમાંથી એક દિવસમાં માત્ર 53 વેપારીઓને વેપારની છૂટ અપાઈ છે.

તો બીજી તરફ વેપારીઓ અને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી પરંતુ પોલીસ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર ન હોવાથી આખરે વેપારીઓ અને ખેડૂતોએ હડતાળ પાડવાની ફરજ પડી છે. ત્યારે જથ્થાબંધ બજારમાં હડતાળને કારણે સીધી અસર છૂટક વેપારીઓ પર વર્તાશે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીનો સપ્લાય જમાલપુર એપીએમસી શાકમાર્કેટમાંથી થતો હોય છે. પુરવઠો ખોરવાય તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ વર્તાશે અને ભાવ આસમાને પહોંચી શકે છે. તેમજ શાકભાજીના કાળાબજાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

શાકભાજીના વેપારીઓના જણાવ્યા અનુસાર કોવિડ-19ના નિયમોનું પાલન કરવા છતાં પોલીસ તરફથી જીવન જરૂરી વસ્તુઓ માટે માત્ર 33 ટકા વેપારીઓ અને કર્ફયુના સમયમાં રાહત ન અપાતા વેપારીઓએ હડતાળ પાડવી પડી છે.