પાટણ : એરંડાના ભાવ ગગડતાં પાટણ અને સિદ્ધપુર માર્કેટયાર્ડના વેપારીઓ આજથી હડતાળ પર

0
40

પાટણ: પાટણ યાર્ડના વેપારીઓ દ્વારા NCDX અને મોટા વેપારીઓની મિલીભગતથી એરંડાના ભાવમાં કડાકો કરી કુત્રિમ મંદી ઉભી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે વિરોધ દર્શાવી શનિવારથી અચોક્કસ મુદતની હડતાળ પાર ઉતરવાનો નિર્ણય લીધો છે ત્યારે ફક્ત ચાર દિવસમાં 300 થી 400 રૂપિયા ભાવ નીચા જતા ખેડૂતોએ પણ એરંડાનું વેચાણ બંધ કરતા માર્કટયાર્ડમાં 1500 બોરીઓના બદલે ફક્ત 33 બોરીઓ જ વેચાણ માટે આવી હતી હડતાળમાં સિદ્ધપુર માર્કટયાર્ડ પણ જોડાયું હતું.

અચોક્કસ મુદતની હડતાળ પર
શુકવારના રોજ પાટણ માર્કેટયાર્ડના વેપારીની સરદારગંજ મર્ચન્ટ એસોશિએશનની શુક્વારે મિટિંગ મળી હતી જેમાં એનસીડીએક્સ સંસ્થાના કર્મચારીઓ અને મોટા વેપારીઓ દ્વારા વધુ કમાણી કરવાની લાલચમાં કુત્રિમ મંદી ઉભી કરવામાં આવી હોવાની રાવ સાથે ખેડૂતોને ટેકાના ભાવ મળે તે માટે વેપારીઓએ એરંડાની ખરીદી કરવાનું બંધ કરી ભાવ વધારાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો. શુકવારથી માર્કેટયાર્ડની હરાજી બંધ રાખવાની જાહેરાત કરી માર્કેટયાર્ડને લેખિતમાં જાણ કરી હતી.

કમાણી માટે માલની અછત વચ્ચે કૃત્રિમ મંદી ઉભી કરવામાં આવી છે
વેપારી એસોસિએશનના પ્રમુખ ભારત પટેલે જણાવ્યું હતું કે વરસાદને લઇ એરંડાના પાકમાં નુકશાન થયું છે ત્યારે માલની અછત હોવા છતાં એનસીડીએક્સના અધિકારીઓ મોટા રાજકીય નેતાઓના ખેડૂતોના એરંડા ઓછા ભાવે ખરીદી ઊંચા ભાવે વેચવાના ઇરાદે કુત્રિમ મંદી હોવાનું તરખટ રચ્યુ છે. વેપારીઓએ ખેડૂતોને ટેકાના ભાવ 1100 થી 1200 રૂપિયા મળે તે માટેની સરકાર સમક્ષ માંગ કરી છે.

રાજ્યમાં એરંડાની આવકમાં પાટણ સૌથી પ્રથમ
રાજ્યના માર્કેટયાર્ડ કરતા પાટણમાં એરંડાનું વધુ આવક થાય છે વર્ષ 2018 -19 માં 1384814 બોરી 1. 38 લાખ કવીન્ટલ,ની આવક થઇ હતી જેને લઇ વર્ષનું કુલ 472879360 રૂપિયાનું ટર્ન ઓવર થયું હતું,દરરોજ ઓછામાં ઓછી 1500 થી 2000 બોરીની આવક થાય છે ત્યારે 15 માર્ચથી મે સુધીની સીઝનમાં રોજની 10 થી 15 હજાર બોરીની આવક થઇ છે.
ભાવ તળિયે જતા ખેડૂતો માટે પડતા પર પાટુ મારવા જેવી સ્થિતિ ઉભી થઇ

દુનાવાડાના ખેડૂત કરશનભાઇએ જણાવ્યું હતું કે વરસાદને લઇ ખેડૂતોને બે ત્રણ વાર એરંડાના વાવેતર કરવા પડ્યા છે અને પાછોતરા વરસાદમાં એરંડામાં નુકશાન થતા ખર્ચ જેટલું ઉત્પાદન થયું નથી આવી સ્થિતિમાં ઊંચા ભાવ મળવાને બદલે તળિયાને ભાવ મળતા ખેડૂતોને પડતા પર પાટુ મારવા જેવી હાલત થઇ છે જો સરકાર ભાવ નહીં વધારે તો અમારે ખેડૂતોને રોવાના વાર આવશે

1500 બોરીઓના બદલે 33 જ વેચાણ માટે આવી
પાટણ માર્કેટયાર્ડમાં ખેડૂતો રોજની 1500 થી વધુ એરંડાની બોરીઓ વેચવા આવે છે પરંતુ બે દિવસમાં ભાવ નીચે જતા શુકવારના રોજ સમગ્ર દિવસ દરમ્યાન માર્કેટયાર્ડમાં ફક્ત 33 બોરીઓ જ એરંડા વેચાણ માટે આવ્યા હતા જેના 810 થી 862 રૂપિયા ભાવ પડ્યો હતો.એક જ દિવસમાં 1400 થી વધુઓ બોરીઓની આવક ઘટી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here