(ધર્મ ડેસ્ક : રવિ કાયસ્થ )હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ ભગવાનને નીવેદના રૂપમાં ગળ્યો ભોગ લગાવવામાં આવે છે. ત્યાર પછી ભોજનની શરૂઆત ભગવાનનો પ્રસાદ લઈને કરવામાં આવે છે. ભોજનમાં પીરસવામાં આવેલી ગળી વસ્તુ શરૂઆતમાં ખાવાને શુભ માનવમાં આવે છે. આયુર્વેદ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ગળ્યું ખાઈને ભોજનની શરૂઆત કરવી જોઈએ. આ પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છૂપાયેલું છે.
આ પરંપરામાં વિજ્ઞાન શું કહે છે
ભોજનની શરૂઆતમાં ગળી વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સારી આદત પૈકિ આ એક સારી આદત છે. ડાયેટિશિયન ડો. પ્રીતિ શુક્લાના જણાવ્યા મુજબ એક સ્વસ્થ્ય વ્યક્તિએ બોજનની શરૂઆત ગળી વસ્તુ ખાઈને કરવી જોઈએ. આવું કરવાથી ઈન્સુલિન સિક્રેશન થાય છે. જેનાથી ભૂખ લાગે છે. જેનાથી ભોજન ઝડપથી પચે છે અને ઉર્જા પણ મળે છે.
આયુર્વેદ મુજબ
રિટાયર્ડ આયુર્દેવ ડોક્ટર રોશન લાલ મોડના જણાવ્યા મુજબ ચરક સંહિતામાં જણાવાયું છે કે આયુર્વેદમાં છ પ્રકારના રસ જણાવવામાં આવ્યા છે. જેના ધ્યાનમાં રાખીને ભોજનની શરૂઆત ગળી વસ્તુ ખાઈને કરવી જોઈએ. ત્યાર પછી ખાટો, ચટપટો, કડવો અને પછી ભોજન લેવું જોઈએ. તેનાથી પાંચનક્રિયા વ્યવસ્થિત થાય છે. ગળી વસ્તુ ખાઈને ભોજનની શરૂઆત કરવાથી પાચનક્રિયા સારી થાય છે. તેનાથી શરિરમાં અન્ય પ્રકારના રસોનું સંતુલન જળવાય છે.
આયુર્વેદમાં જણાવવામાં આવેલા છ રસ : ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો, તુરો.