Wednesday, March 26, 2025
HomeગુજરાતGUJARAT: ટ્રાફિક ASIની દીકરી ચાર રસ્તા પર ટ્રક નીચે કચડાઈ જતાં મોત

GUJARAT: ટ્રાફિક ASIની દીકરી ચાર રસ્તા પર ટ્રક નીચે કચડાઈ જતાં મોત

- Advertisement -

અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે સ્કૂટી પર સ્કૂલે જતી બે બહેનપણીઓને ટ્રેઈલર ચાલકે હડફેટે લીધો હતો. જેમાં અંજાર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એ. એસ. આઈની દિકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. જ્યારે તેની સાથે બીજી બાળકીને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. અકસ્માતમાં બાળકીનાં મોતનાં સમાચાર સાંભળી આસપાસનાં લોકોએ ઘટના સ્થળ પર આવી ચક્કાજામ કર્યો હતો.

જેમાં ટ્રાફિકજામ સર્જાતા પોલીસે લાઠીચાર્જ કરી રોડ ચાલું કરાવ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે સવારનાં સાડા સાતના અરસામાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કુટી પર બહેનપણીને બેસાડી સ્કુલે જતી અંજાર શહેરના ટ્રાફિક ઈન્ચાર્જ વનરાજસિંહ સોલંકીની ૧૬ વર્ષની દીકરી રાજવીબાને પાછળથી ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે તેની સાથે હસ્તિ બિપીનભાઈ જોશી નામની કિશોરીને સામાન્ય  ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સવારનાં ભાગે અકસ્માતમાં બાળકીનાં મોતનાં બનાવની જાણ થતા આસપાસનાં લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતમાં બાળકીનાં મોતનાં બનાવથી લોકોમાં  જનાક્રોશ ભભૂકી ઉઠયો હતો. સ્થાનિક રહીશોએ યોગેશ્વર ચોકડી પરથી પસા થતાં ભારે વાહનોનાં પૈડાંની હવા કાઢીને રસ્તા બંધ કરી ચક્કાજામ કર્યો હતો. લોકોનું ટોળું રામધૂન બોલાવીને વચ્ચે બેસી ગયું હતું. જોતજોતામાં યોગેશ્વર ચોકડીથી નાગલપર, કળશ સર્કલ વીડી અને નવી કાર્ટ તરફના માર્ગો પર લાંબો ચક્કાજામ સર્જાયો હતો. ચક્કાજામના પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા અંજાર મામલતદાર અને અંજાર પોલીસ ઉપરાંત આદિપુર, ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અગાઉ પણ ૧૬ માર્ચની રાત્રે આ જ સ્થળે જીવલેણ દુર્ઘટના સર્જાતાં લોકોએ ચક્કાજામ કરતાં પોલીસ દોડતી થઈ હતી. અત્યારસુધીમાં અહીં લોકોએ પાંચથી વધુ વખત ચક્કાજામ કર્યો છે છતાં પણ તંત્રણી આંખ ન ખુલતા વધુ એક માસુમ બાળકીનો ભોગ લેવાઈ ગયું છે. પોલીસ અને મામલતદારે લોકોને સમજાવટનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલાં લોકોએ વાહનો જવા દેવાનો ઈન્કાર કરતા  પોલીસે અંતે ચક્કાજામ કરતા લોકો પર લાઠીચાર્જ કરી અને ભીડને વેર વિખેર કરી હતી અને રસ્તો ચાલું કરાવ્યો હતો.અંજારમાં કળશ સર્કલથી યોગેશ્વર ચોકડી અંજાર જનરલ હોસ્પિટલ થઇ નાગલપર ચોકડી થઇને મુન્દ્રા જતાં ભારેથી અતિભારે વાહનોને કારણે યોગેશ્વર ચોકડીથી નાગલપર ચોકડી સુધીના રસ્તા પર વારંવાર સર્જાતાં જીવલેણ અકસ્માતોના પગલે અનેક નિર્દોષ લોકોનાં મોત થયા છે.જે સંદર્ભે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આ બાબતે રજુઆત કરતા પૂર્વ કલેક્ટર પ્રવિણા ડી.કે.એ ભારે વાહનો પર ૧૫ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ પ્રવેશબંધી ફરમાવી હતી.પરંતુ એ જાહેરનામાંનું તંત્ર દ્વારા ક્યારે પણ અમલ કરાવવામાં  આવ્યુ નથી. અવાર નવાર સામાજિક અને સંસ્થાઓ દ્વારા અંજાર પી. આઈ અને એસ ડી એમ માં અરજીઓ કરી રજુઆતો કર્યા છતાં પણ તંત્રનાં પેટનું પાણી ન હલતા વધુ એક જિંદગી તંત્રની બેદરકારીનું ભોગ બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular