Thursday, August 5, 2021
Homeધંધે લાગ્યું ગુજરાત : ટ્રાફિક દંડે તો લોકોને ગોથે ચડાવ્યા, 30 રૂપિયાના...
Array

ધંધે લાગ્યું ગુજરાત : ટ્રાફિક દંડે તો લોકોને ગોથે ચડાવ્યા, 30 રૂપિયાના PUC માટે ચાલુ વરસાદે 300 લોકોની લાઈન

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. જેને લઈને હવે વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારથી PUC કઢાવવા માટે લોકો લાઈન લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 30 રૂપિયાનું પીયૂસી કઢાવવા માટે 300 લોકોની લાઈન લાગે છે. એટલે કે તમે ટોકન મેળવો પછી તમને લગભગ 8 કલાકે પીયૂસી સર્ટિફિકેટ મળે છે. જેમાં લોકોનો ઘણો કિંમતી સમય વેડફાઈ જાય છે.

  • રાજ્યના તમામ શહેરોમાં PUC કઢાવવા માટે લાંબી લાઈનો લાગી
  • ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી 30 સપ્ટેમ્બર સુધી પોલીસ નહીં માંગે PUC
  • 30 સપ્ટેમ્બર બાદ PUC નહીં હોય તો 500 રૂપિયાનો દંડ

PUC માટે લાઈનમાં લાગ્યા શહેરીજનો

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક એક્ટમાં સુધારા વધારા કરીને આગામી 1 ઓક્ટોબરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 1 ઓક્ટોબરે નવો વ્હિકલ એકટ ગુજરાતમાં અમલી બનશે. સાથે જ નવા ટ્રાફિક એક્ટનો કડક અમલ કરવામાં આવશે. નવા ટ્રાફિક એક્ટને લઈને વાહન ચાલકો સચેત થયા છે અને જરૂરી દસ્તાવેજો કઢાવવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. PUC કઢાવવા વાહન ચાલકોની મોટી લાઈનો લાગીછે. જૂના નિયમ મુજબ PUC વગર 100 રૂપિયા દંડ હતો, જ્યારે નવા નિયમ મુજબ PUC વગર પહેલી વારમાં 500 રૂપિયાનો દંડ છે. જો કે, નવા નિયમોને લઈને વાહન ચાલકોમાં ક્યાંક રોષ જોવા મળ્યો હતો.

PUC માટે લાઈનમાં ઊભા રહેલા શહેરીજનો

હવે તમે તમારા વાહનોના PUC એટલે કે પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ લેવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગની ગોવા બેંચે આ મુદ્દે નિર્ણય આપ્યો છે. આ નિર્ણય મુજબ હવે વાહન માલિકોએ પીયુસી લેવા 18 ટકા જીએસટી આપવો પડશે. જેનો મતલબ એ થયો કે વાહન માલિકોએ હવે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. AAR (Authority For Advance Rulings)ની ગોવાની બેંચ સામે વ્યંકટેશ ઓટોમોબાઈલ્સે આ મુદ્દે અપીલ કરી હતી. કંપનીએ બેંચને પૂછ્યુ હતું કે, રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પીયુસી પર જીએસટી લાગે છે કે નહીં. ત્યારે AARએ કહ્યું કે, પીયુસી AHC હેઠળ આવતું નથી. જેથી તેના પર 18 ટકા જીએસટી વસૂલી શકાય. હવે પીયુસી કઢાવવા માટે પણ જીએસટી લાગુ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments