Tuesday, January 18, 2022
Homeરાજકોટ : ટ્રાફિક પોલીસે કારનો મેમો ગોંડલના એક્ટિવાચાલકને પકડાવ્યો
Array

રાજકોટ : ટ્રાફિક પોલીસે કારનો મેમો ગોંડલના એક્ટિવાચાલકને પકડાવ્યો

રાજકોટ ટ્રાફિક પોલીસની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલના એક્ટિવા ચાલકને રાજકોટ સ્વીફ્ટ કારના માલિક દર્શાવી રૂપિયા 500નો મેમો આપ્યો છે. GJ03 KC 0395 સ્વીફ્ટ કાર ચાલકે ટ્રાફિક નિયમ તોડ્યો હતો જેથી કારચાલકને મેમો મળવો જોઈએ. પણ તેના બદલે ગોંડલના યુવાનને મેમો આપવામાં આવ્યો છે.

ગોંડલના યુવાનને 500 રૂપિયાનો મેમો આપ્યો

મળતી વિગતો મુજબ ગોંડલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા અને GJ03 KG 0395 નંબરોનું એક્ટીવા ધરાવતા સંજયભાઈ રામજીભાઈ કલોલા પાસે સ્વીફ્ટ કાર નથી તેમ છતાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા તેમને કારમાલિક દર્શાવી રૂપિયા 500નો મેમો ફટકારવામાં આવ્યો છે અને મેમોની ડિટેલમાં એકટીવા મોટરસાયકલ લખ્યું છે અને ફોટોગ્રાફ્સ સ્વીફ્ટ કારનો મૂક્યો છે વાસ્તવમાં GJ03 KC 0395 સ્વીફ્ટ કાર ચાલકે ટ્રાફિક નિયમ તોડ્યો હતો. પણ કારચાલકને મેમો મળવાના બદલે ગોંડલના એક્ટિવા ચાલકને મેમો મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular