Friday, March 29, 2024
Homeકરુણાંતિકા : નર્મદા નદીમાં ન્હાવા પડેલા સુરતના પિતા-પુત્રી સહિત 3 સભ્યોના ડૂબી...
Array

કરુણાંતિકા : નર્મદા નદીમાં ન્હાવા પડેલા સુરતના પિતા-પુત્રી સહિત 3 સભ્યોના ડૂબી જતા મોત

- Advertisement -

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ગામમાં નર્મદા નદીમાં સુરતના પિતા-પુત્રી સહિત ત્રણ સભ્યોના મોત થયા છે. જેને પગલે પરિવારમાં માતમ છવાયો છે.

નર્મદા નદીમાં પાણી ઊંડું હોવાથી ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા
આજે એકાદશી હોવાથી સુરતનો પરિવાર રાવલ ખાતે આવેલા મંદિરમાં દર્શન માટે આવ્યો હતો. દર્શન અને પૂજા કરીને કાર મૂકીને પરિવારના સભ્યો ગરમી હોવાથી ન્હાવાની મજા માણવા નર્મદામાં પડ્યા હતા. નર્મદા નદીમાં પાણી ઊંડું હોવાથી ત્રણેય જતા આગળ જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી ત્રણેના કરુણ મોત નિપજ્યા હતા. જેમાં પિતા-પુત્રી સહિત ત્રણનો સમાવેશ થાય છે.

આજે એકાદશી હોવાથી પરિવાર નાની રાવલ મંદિરે દર્શન કરવા ગયો હતો
આજે એકાદશી હોવાથી પરિવાર નાની રાવલ મંદિરે દર્શન કરવા ગયો હતો

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ ગરુડેશ્વર પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને પીએસઆઈ એ.એસ. વસાવાએ અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહોને ગરુડેશ્વર ખાતે પોસ્ટમોર્ટમમાટે મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગરમી હોવાથી ન્હાવાની મજા લેવા જતા ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા
ગરમી હોવાથી ન્હાવાની મજા લેવા જતા ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા

મૃતકોના નામ
-મગનભાઈ ભીખાભાઈ નાગલીયા(ઉ.વ.45) (રહે, કતારગામ, સુરત)
-આરજુબેન મગનભાઈ નાગલીયાઉ.વ.15) (રહે, કતારગામ સુરત)
-અનિલભાઈ કેશવજીભાઇ અજુવાડિયા(ઉ.વ.44), (રહે, હીરાબાગ સુરત)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular