Saturday, September 18, 2021
Homeદુર્ઘટના : મોરબી સીરામીક ફેક્ટરીમાં દીવાલ પડતા માતા-પુત્રના મોત નિપજ્યાં
Array

દુર્ઘટના : મોરબી સીરામીક ફેક્ટરીમાં દીવાલ પડતા માતા-પુત્રના મોત નિપજ્યાં

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલી સીરામીક ફેક્ટરીમાં દીવાલ પડતા માતા-પુત્રના મોત નિપજ્યાં હતા. તેમજ પિતા-પુત્ર ઘાયલ થયા છે. કારખાનામાં માટી ભરેલા ડમ્પરને રીવર્સ લેવા જતાં ડમ્પર દિવાલ સાથે ભટકાતા શ્રમિક પરિવાર દુર્ઘટનાનો ભોગ બન્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં મોરબી પોલિસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી ડમ્પર ચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક જીયોટેક સીરામીક યુનિટમાં ગઈકાલે ડમ્પર નં. GJ-3-AX-7401ના ચાલકે ડમ્પર રીવર્સમાં લેતી વખતે લેબર ક્વાર્ટરની દિવાલ સાથે ભટકાતા દિવાલ પડી ગઈ હતી. દિવાલ નીચે આવી જતા પવનકુમાર રામજીકુમાર મહંતો (ઉ.વ. 13) અને માતા કેશરીદેવી રામજીકુમાર મહંતો (ઉ.વ. 38)ના મૃત્યુ થયા હતા. તેમજ સોનુકુમાર રામજીકુમાર મહંતો (ઉ.વ.10) અને પિતા રામજીકુમાર રામશંકરભાઇ મહંતો (ઉ.વ. 42)ને ગંભીર ઇજા પહોંચી હતી.

આ બનાવના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમના પાયલોટ નિલેશભાઇ આહિર અને ઇએમટી અજયભાઇ બારીયા દ્વારા મોરબીની સનાળા રોડ પર આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ કારખાનાના ભાગીદાર ગણેશભાઈએ મોરબી તાલુકા મથકે બનાવની જાણ કરતા મોરબી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી ડમ્પર ચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments