Saturday, September 18, 2021
Homeદુર્ઘટના ટળી : નડિયાદ પાસે સોયા ઓઇલ ભરેલા ટેન્કરે પલટી ખાતા અફરાતફરી
Array

દુર્ઘટના ટળી : નડિયાદ પાસે સોયા ઓઇલ ભરેલા ટેન્કરે પલટી ખાતા અફરાતફરી

ખેડા જિલ્લાના નડિયાદ નજીકના અમદાવાદ-મુંબઈના હાઈવે પર એક ટેન્કર પલટી ખાઈ જતાં અફડાતફડી સર્જાઇ છે. ટેન્કરમાં ભરેલ સોયા ઓઈલ પ્રવાહી હાઈવે પર ઢોળાઈ જતાં હાઈવે પર આ ઓઈલની નદીઓ વહી હતી. આ સમગ્ર ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ અને નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં બન્નેનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. જેના કારણે મોટી જાનહાની ટળી છે.

નડિયાદ પાસેના પીજ ચોકડી નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈના હાઈવે પર રવિવારે બપોરે એક ટેન્કર હાઈવેના રોડ પર જ પલ્ટી ખાઈ ગઈ હતી. એકાએક રોડ પર ઉથલી પડેલ આ ટેન્કરમાં સોયા ઓઈલ પ્રવાહી ભરેલ હતું જે હાઇવે પર જ ઢોળાઈ ગયું હતું. જેના કારણે આ હાઈવે પર ઓઈલની નદીઓ વહી હતી.

ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને અને નડિયાદ પશ્ચિમ પોલીસને કરવામાં આવતાં બન્નેનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. જેના કારણે મોટી જાનહાની થતાં અટકી છે. પહોંચેલી પોલીસે અહીંયા ટ્રાફીક જામ થતાં ટ્રાફિકને ક્લીયર કર્યો હતો. જ્યારે ટેન્કરને તુરંત ક્રેન મારફતે રોડની સાઈડમાં ખસેડવામાં આવી છે. આ બનાવમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. પહોંચેલી પોલીસે ગુનો નોંધવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ટેન્કર ગાંધીધામથી હજીરા જતાં સમયે ટ્રકે ટક્કર મારતાં ઘટના ઘટી હોવાનું બહાર આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments