Wednesday, September 29, 2021
Homeદુર્ઘટના ટળી : ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 45 મિનિટ સુધી NASAના કંટ્રોલથી બહાર...
Array

દુર્ઘટના ટળી : ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 45 મિનિટ સુધી NASAના કંટ્રોલથી બહાર રહ્યું

અંતરિક્ષમાં એસ્ટ્રોનોટ્સનું ઘર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ગુરુવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. તે પોતાની કક્ષા (ઓર્બિટ)માં જે જગ્યાએ ફ્લાઇટ પોઝિશનમાં રહે છે ત્યાથી 45 મિનિટ સુધી દૂર રહ્યું હતું. બાદમાં નાસાના કંટ્રોલ સેન્ટરમાં ઉપસ્થિત ફ્લાઇટ ટીમે કંટ્રોલ થ્રસ્ટર્સની મદદથી સ્ટેશનને તેના સ્થાન પર પહોંચડ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે આ ઘટનાના પીક પર સ્ટેશન અડધી ડિગ્રી પ્રતિ સેકન્ડની ગતિથી પોતાના સ્થાન પરથી ખસી રહ્યું હતું.

રશિયન લેબોરેટરી મોડ્યુલ નાઉકા (Nauka)માં ટેક્નિકલ ખામીને કારણે આ ઘટના બની હતી. આ નાઉકાને હાલમાં ISS સાથે જોડવામાં આવી હતી. તેના જેટ થ્રસ્ટર્સ આપોઆપ ચાલુ થઈ ગયા હતા. આ કારણે, ISS અમેરિકન સ્પેસ એજન્સી નાસાના નિયંત્રણની બહાર થઈ ગયું હતું. ISSમાં હાલમાં 7 ક્રૂ સભ્યો છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં હાલમાં 7 ક્રૂ સભ્યો છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં હાલમાં 7 ક્રૂ સભ્યો છે.

NASAએ સ્ટારલાઇનર કેપ્સૂલનું લોન્ચિંગ પણ મુલતવી રાખ્યું
આ ઘટના બન્યાના થોડા સમય પછી, NASA બોઇંગ CST-100 સ્ટારલાઇનર કેપ્સૂલના લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ કરવાનું હતું. તેને પણ ISS સાથે પણ જોડવાનું હતું. હવે તેનું લોન્ચિંગ 3 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવ્યું છે. જો કોઈ કારણોસર તે દિવસે પણ ટળ્યું તો તે 4 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. સ્ટારલાઇનરને ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી બોઇંગ લોકહિડ માર્ટિન કોર્પ એટલસ વી રોકેટથી લોન્ચ કરવાનું હતું.

ક્રૂ ને કોઈ ખતરો નથી
​​​​​​​નાસાએ કહ્યું કે હાલમાં સ્ટેશન પર બે રશિયન, ત્રણ અમેરિકન, એક જાપાની અને એક ફ્રેન્ચ અવકાશયાત્રી છે. 45 મિનિટની આ ઘટના દરમિયાન ગ્રાઉન્ડ પરની ટીમે બે વાર ક્રૂ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. પરંતુ તે ખતરાથી બહાર હતા. નાઉકા મોડ્યુલના થ્રસ્ટર્સમાં ખામીનું કારણ શું છે તે વિશે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments