Saturday, September 18, 2021
Homeદુર્ઘટના : ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલી ડૉ. દીપા શર્માએ અડધા કલાક અગાઉ સોશિયલ...
Array

દુર્ઘટના : ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલી ડૉ. દીપા શર્માએ અડધા કલાક અગાઉ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરેલી

કિન્નોરમાં પ્રકૃતીનો આનંદ માણી રહેલી દીપા શર્મા સતત પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને પોતાના ફેન્સને આ કુદરતી સૌદર્યની ઝલક આપતી રહેતી હતી પરંતુ તેમને ખ્યાલ નહોતો કે આ તેમના માટે જીંદગીની અંતિમ ક્ષણો બનશે. કિન્નોરમાં થયેલા ભૂસ્ખલનમાં દીપા શર્મા સહિત 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

હિમાચલ પ્રદેશના કિન્નોરમાં રવિવારે દિલને હચમચાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. લાંબા સમયથી પોતાના ઘરોમાં બંધ જનતા આઝાદી મળતા જ હિમાચલના પર્વતીય વિસ્તારોમાં કુદરતનુ આ સૌદર્ય નિહાળવા પહોંચી જાય છે. પરંતુ રવિવારે આવા પર્યટકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો. ભૂસ્ખલનથી રવિવારે કિન્નોરમાં કૂલ 9 લોકોનાં મૃત્યુ થયા. જેમાં આયુર્વેદની ડોક્ટર દીપા શર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે અડધા કલાક પહેલા જ પોતાની તસવીરો પોસ્ટ કરી હતી અને લખ્યુ હતુ કે- લાઇફ ઇઝ નથિંગ વિધાઉટ નેચર. જેનો અર્થ થાય છે કે નેચર વગર જીંદગી કશું જ નથી. પરંતુ આજ નેચરે દીપાનો જીવ લીધો છે.

કૌન બનેગા કરોડપતિ 2013ની સાતમી સિઝનમાં દીપા શર્માએ ભાગ લીધો હતો અને તેમાં તેણે 6,40,000 રુપિયા પણ જીત્યા હતા
કૌન બનેગા કરોડપતિ 2013ની સાતમી સિઝનમાં દીપા શર્માએ ભાગ લીધો હતો અને તેમાં તેણે 6,40,000 રુપિયા પણ જીત્યા હતા

દીપા શર્મા સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહેતી હતી. તે પહેલીવાર સોલો ટ્રીપ પર નિકળી હતી. સોશિયલ મીડિયામાં સતત તેના આ પ્રવાસની માહિતી આપતી રહેતી હતી અને પ્રકૃતીના રમણીય દ્રશ્યોને બતાવી રહી હતી, પરંતુ દીપા શર્મા અને તેના સાથે જોડાયેલ લોકોને અંદાજો નહી હોય કે આ તેની જીંદગીના અંતીમ ક્ષણો બની રહેશે. ભૂસ્ખલનમાં ડૉ. દીપા શર્માએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રવિવારે જ્યારે કિન્નોરમાં ભૂસ્ખલન થયુ ત્યારે થોડાક જ સમય પહેલા દીપા શર્માએ ટ્વિટર પર તસવીરો પોસ્ટ કરી હતી. તેમાં તેણે લખ્યુ હતુ કે અત્યારે હું ભારતના છેલ્લા પોઇન્ટ પર ઊભી છું, જ્યા સામાન્ય નાગરીકોને જવાની મનાઇ છે, આના 80 કિલોમીટર આગળ તિબ્બત છે, જેના પર ચિને કબજો કરેલ છે.

સોશિયલ મીડિયા પર લોકોને દીપા શર્માની આ તસવીર ખૂબ જ પસંદ આવી હતી. પ્રવાસનો આનંદ પણ તેના ચહેરા પર દેખાતો હતો, પરંતુ કોઈને ખબર નહોતી કે આ તેમની છેલ્લી તસવીરો છે. 34 વર્ષીય દીપા શર્માના સોશિયલ મીડિયાના ચાહકો દીપાના અચાનક નિધન થી ચોંકી ગયા છે.

PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
PM મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે, સાથે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. પી.એમએ પીડિતોના પરિવારજનોને 2 લાખ રુપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના સહયોગની જાહેરાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments