મહારાષ્ટ્ર અને UPમાં દુર્ઘટના : યવતમાલમાં ટ્રક અને બસની ટક્કરમાં 4 મજૂરોના મોત; મહોબામાં મજૂરોથી ભરેલી ટ્રક પલટાવાથી 3 ના મોત

0
9

મહોબા. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 12 કલાકમાં બે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 7 મજૂરોના મોત થયા છે. ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં સોમવારે મોડી રાતે મજૂરોથી ભરેલી ટ્રક પલટાઈ ગઈ હતી. ત્રણ મજૂરોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના પનવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાંસી- મિર્ઝાપુર હાઈવેના મહુઆ મોડ પર સર્જાઈ હતી. પોલીસને જણાવ્યું કે, આ ટ્રકમાં 22 લોકો સવાર હતા.

આ પ્રકારના મહારાષ્ટ્રના યવતમાલમાં એક ટ્રકે બસને ટક્કર મારી દીધી હતી. જેમાં 4 મજૂરોના મોત થયા છે. સાથે જ 15 લોકો ઘાયલ થયા છે.  આ બસ સોલાપુરથી ઝારખંડ જઈ રહી હતી.

ઉત્તરપ્રદેશઃ ટ્રકનું ટાયર ફાટવાના કારણે દુર્ઘટના સર્જાઈ

પોલીસે જણાવ્યું કે, ટ્રકનું એક ટાયર ફાટવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેનથી સામાન હટાવીને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જ મજૂરોના મોત થયા છે. આ પહેલા સોમવારે બપોરે 22 પ્રવાસી મજૂર છતપુરના હરપાલપુરથી સવાર થયા હતા. મોડી રાતે કુલપહાડ તાલુકાના કમાલપુરા ગામની સામે મહુઆ બંધ પાસે દુર્ઘટના બની હતી.

અયોધ્યામાં પણ દુર્ઘટના, 20 મજૂર ઘાયલ

સોમવારે અયોધ્યામાં એક મિની ટ્રક અને ટ્રકની ટક્કરમાં 20 મજૂર ઘાયલ થયા હતા. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ  ન હતી. આ મજૂરો મુંબઈથી સિદ્ધાર્થનગર જઈ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here