Thursday, September 23, 2021
Homeદુઃખ : ગુજરાતી એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટ-અટેકથી નિધન
Array

દુઃખ : ગુજરાતી એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટ-અટેકથી નિધન

ગુજરાતી એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટ-અટેકને લીધે નિધન થયું છે. તેના મેનેજર મહર્ષિ દેસાઈએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. શુક્રવારે સવારે હાર્ટ-અટેકને લીધે એક્ટરે નાની વયે દુનિયાને અલવિદા કહ્યું. અમિત મિસ્ત્રીએ ટીવી સિરિયલ તેનાલી રામા, મેડમ સર ઉપરાંત બોલિવૂડ ફિલ્મ્સ યમલા પગલા દીવાના અને શોર ઈન ધ સિટીમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તે વેબ શો બંદિશ બેન્ડિટ્સમાં પણ દેખાયો હતો.

અમિતના મેનેજર મહર્ષિએ કહ્યું, મને આંચકો લાગ્યો છે. તેઓ એકદમ સ્વસ્થ હતા અને પોતાના ઘરે જ હતા. તેમને કોઈ હેલ્થનો પ્રોબ્લેમ પણ નહોતો. બ્રેકફાસ્ટ કર્યા પછી અચાનક તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો અને ઘરે જ નિધન થયું. તેમનો પરિવાર હોસ્પિટલ પણ ના લઇ જઈ શક્યો. અમિત જેવો એક્ટર ખોઈને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમની સાથે કામ કરવું મને ગમતું હતું. મને તેમની યાદ આવશે.

અચાનક હાર્ટ-અટેકના સમાચાર સાંભળીને ઘણા સેલેબ્સને હજુ વિશ્વાસ થઇ રહ્યો નથી. એક્ટ્રેસ કુબ્બરા સેટે લખ્યું, હંમેશાં તારી યાદ આવશે. તારા પરિવારને અમારી સંવેદનાઓ. સિંગર સ્વાનંદ કિરકિરેએ લખ્યું, અમિત મિસ્ત્રી? ના, આ સાચું નથી. તે એક જોરદાર એક્ટર હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments