મહેસાણા : સતલાસણાના ખિલોડ ગામના સેનમા પરિવારની દુઃખદ ઘટના : મારી દિકરીને ન્યાય આપો.

0
107

સતલાસણા તાલુકાના ખીલોડ ગામની દિકરી નામે અંજલીને પરણાવેલ ઉંઝા તાલુકાના કહોડા ગામમાં નામે સેનમા કમલેશભાઈ નરેશભાઈ અને હાલમાં રહેતા તળેટી વિરનગર સોસાયટી તા. જી. મહેસાણા મુકામે. શુક્રવારના દિવસે અંજલીબેનને માથાના ભાગે અને ગળામાં ઈજા પહોંચતા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દવાખાને પહોંચતા અંજલીબેનને ડોક્ટર દ્વારા મૂર્ત જાહેર કરવામાં આવેલ.

મળતી માહિતી મુજબ અંજલીબેનના પતિ કમલેશભાઈ દ્વારા તેને વારંવાર માનસિક ત્રાસ આપતો હતો. સાસરિયા પક્ષ તરફથી જ અંજલી ને આ ઈજાઓ પહોંચાડવામાં આવેલ છે તેવો પિયર પક્ષને શક જતા પિયર પક્ષ દ્વારા નજીક પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પિયરપક્ષે અંજલી ના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ હતી. અંજલીના પરિવાર વતી પોલીસને આ બાબતની સચૌટ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી.

પરીવારનું કહેવુ છે કે અંજલીના સાસરીપક્ષ પૈસે ટકે સુખી હોવાથી કેસ ને દબાવવા ની કોશિશ કરી રહ્યા છે. અને અંજલીબેનના પરીવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. પરિવારનું કહેવુ છે કે મારી દીકરી સાસરિયા પક્ષ તરફતી અપાતા ત્રાસથી મૃત પામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે. અને આ બાબતે જે પણ આરોપી હોય તેને કડકમાં કડક સજા આપવામાં આવે. જેથી કરીને આજે અમારી દિકરી સાથે જે થયુ છે તે કાલે કોઈ પણ દિકરી સાથે આવુ કૃત્યના થાય.

હવે જોવાનું રહ્યું કે માસુમ અંજલીને ન્યાય મલશે કે નહીં !!!

 

રિપોર્ટર : મહેશ સેનમા,CN24NEWS.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here