નવા રેલવે ટ્રેક પર ટ્રેનની 130 કિલોમીટરની ઝડપે ટ્રાયલ : ડભોઇ થી ચાંદોદ 25 કિમી માત્ર 14 મિનિટમાં પહોંચાશે.

0
0

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સહેલાઇથી પહોંચાય તે માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રેલવેના વિકાસના કામો કરાઇ રહ્યા છે. આ અંતર્ગત ડભોઇથી ચાંદોદ સુધીના 25 કિલોમીટરની રેલવે ટ્રેકનું કામકાજ પૂર્ણ થતાં ગુરુવારે તેનો સ્પીડ ટ્રાયલ લેવાયો હતો. જેમાં ડીઝલ એન્જિન અને એક કોચ સહિત 130 કિલોમીટરની ઝડપે ટ્રાયલ લેતાં માત્ર 14 મિનિટમાં 25 કિમી અંતર કપાયું હતું. ડભોઇ જંકશનથી ચાંદોદ 25 કિલોમીટર રેલવે લાઇનનું કામકાજ પૂર્ણ થતાં ગુરુવારે આ ટ્રેક ઉપર પ્રથમવાર સ્પીડ ટેસ્ટ લેવાયો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂટ પર ડભોઇથી ચાણોદ સુધીની બ્રોડગેજ લાઇન તૈયાર થતાં 13ની સ્પીડે ટ્રાયલ લેવાયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂટ પર ડભોઇ થી ચાણોદ સુધીની બ્રોડગેજ લાઇન તૈયાર થતાં 13ની સ્પીડે ટ્રાયલ લેવાયો હતો.

જેમાં બે ટ્રાયલ લેવાયા હતા અને 25 કિલોમીટર કાપવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્પીડ ટેસ્ટ દરમિયાન ટ્રેકનું ઝીણવટથી પરીક્ષણ કરવા ઓએમએસ સિસ્ટમ સાથે રાખવામાં આવી હતી. આ સ્પીડ ટેસ્ટ લેવા પાછળનો મુખ્ય હેતુ રેલવે ટ્રેક પર કોઇ ક્ષતિ તો નથી તે જાણવાનો હતો. આમ આ સ્પીડ ટ્રાયલનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થતાં હવે ગણતરીના દિવસોમાં જ ડભોઇ-ચાંદોદ રેલવે લાઇન પર ટ્રેન દોડતી થઇ જશે. ટ્ટ્રેક નંંખાયા બાદ પ્રથમ વાર જ સ્પીડ ટ્રાયલ લેવામાં આવ્યો હોઇ ઠેરઠેર લોકો નવી શરૂ થતી ટ્રેનને લઈને ઉત્સાહભેર જોવા માટે ઉમટી પડ્યા હતા.

નાની મોટી ક્ષતિઓ દૂર કર્યા બાદ ગણતરીના દિવસોમાં ડભોઇ-ચાંદોદ ટ્રેન ટ્રેક પર દોડતી થશે

ગણતરીના ટૂંકા મહિનાઓમાં જ ડભોઇ ચાંદોદ રેલવે લાઈન પર ટ્રેન દોડતી થઈ જશે ગુરુવારના સ્પીડ ટ્રાયલમાં બહાર આવેલી નાની ક્ષતિઓ દૂર કરેથી ત્વરિત કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા આ ટ્રેકનું પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ સી આર એસ સર્ટિ હાથમાં આવ્યા બાદ ડભોઇ ચાંદોદ રેલવે ટ્રેક પર ગણતરીના દિવસોમાં જ ટ્રેન દોડતી થઈ જશે.

ચાંદોદનું નવું સ્ટેશન મુસાફરો માટે કાર્યરત થશે

ચાંદોદ નેરોગેજ રેલવે સ્ટેશન રેલવે દ્વારા એન્જિનિયરિંગ વિભાગ માટે ઉપયોગમાં લેવા અનામત રખાયું છે. સાઇડિંગ માટે આ વિસ્તારનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે ચાંદોદથી બે કિલોમીટર દૂર નવા માંડવા ગામની સીમમાં બનેલું નવું રેલવે સ્ટેશન મુસાફરો માટે કાર્યરત થશે. જ્યાં રેલવે દ્વારા વેઇટિંગ લોંજની સુવિધા પણ કરાઇ છે.

ડભોઇ સ્ટેશન એસી વેઇટિંગ લોંજ સાથે આધુનિક બન્યું

ડભોઇ રેલવે સ્ટેશન ખાતે બનેલું નવું બિલ્ડિંગ મુસાફરોની સુવિધા સાથે સ્થાનિક લોકોને આકર્ષણનું કેન્દ્ર બને તેવું વિકસાવવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા જણાવ્યા મુજબ એસી વેઇટિંગ લોંજ, લેડિઝ વેઇટિંગ લોંજ, જનરલ વેઇટિંગ લોંજ બનાવવા ઉપરાંત સ્ટેશન બહાર પાર્કિંગ અને બહારના અદભૂત એલિવેશન સાથે પાર્સલ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતાં ડભોઇ રેલવે સ્ટેશન નયનરમ્ય બનશે.

ટ્રાયલ દરિમયાન નાની મોટી ક્ષતિઓ બહાર આવી

રેલવે ફાટક અને ટ્રેક પર આવતા બ્રિજના એપ્રોચ પર નાની સામાન્ય ક્ષતિઓ સ્પીડ ટ્રાયલ દરમિયાન બહાર આવી હતી. જેમાં એક બાજુ હજુ રેલવે ફાટકના કામકાજ ચાલી રહ્યા છે ત્યારે ફાટક પરથી જતા-આવતા ભારદારી વાહનોને લઇ એ ટ્રેક સાધારણ બેસી ગયેલો જણાયો હતો. ઉપરાંત રસ્તામાં આવતા રેલવે બ્રિજના એપ્રોચ પર સામાન્ય રિપેરિંગ કામકાજની ક્ષતિઓ જોવા મળી હતી. – ડી એમ સિંગ, સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here