ટ્રેલર : અનુષ્કા શર્માની વેબ સીરિઝ ‘પાતાલ લોક’નું ટ્રેલર રિલીઝ, જયદીપ અહલાવત-અભિષેક બેનર્જીની દમદાર એક્ટિંગ

0
11

મુંબઈ. અનુષ્કા શર્માના પ્રોડકશન હાઉસ ક્લિન સ્લેટ ફિલ્મઝ હેઠળ બનેલી પહેલી વેબ સીરિઝ ‘પાતાલ લોક’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્રણ મિનિટના આ ટ્રેલરમાં ક્રાઈમ, સસ્પેન્સ તથા થ્રિલર જોવા મળે  છે.

શું છે ટ્રેલરમાં?

આ ટ્રેલરની શરૂઆત સ્વર્ગ લોક, ધરતી લોક તથા પાતાલ લોકથી થાય છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પાતાલ લોકના લોકો ધરતી લોક પર આવી જાય છે. આ લોકોનો ખાત્મો બોલાવવો કેમ જરૂરી છે.

આ સીરિઝમાં જયદીપ અહલાવત પોલીસના રોલમાં જોવા મળે છે. નીરજ કાબી જર્નલિસ્ટ છે. અભિષેક બેનર્જી સાઈકો કિલર છે. ટ્રેલરની શરૂઆત જયદીપના અવાજથી થાય છે, જે કહે છે કે આ દુનિયામાં ત્રણ લોક છે, જેમાં સ્વર્ગ લોકમાં અમીર લોકો રહે છે. ધરતી લોકમાં સામાન્ય લોકો રહે છે. ત્યારબાદ પાતાલ લોક આવે છે, જેમાં કીડા (ક્રિમિનલ્સ) રહે છે. ઘણીવાર આ કીડાઓ ધરતી લોક પર આવી જાય છે. આમને મારવા માટે સામાન્ય લોકોએ આગળ આવવું પડે છે.

ટ્રેલરમાં અભિષેકે સાઈકો કિલર વિશાલ ત્યાગીનો રોલ પ્લે કર્યો છે, જે હથોડા ત્યાગી તરીકે જાણીતો છે. તે સીરિઝમાં અસ્થિર, નિર્મમ તથા સિરિયલ કિલર બન્યો છે. સીરિઝમાં વિશાલે 30થી વધુ હત્યા કરી હોય છે અને તે હજી પણ પોલીસની પકડની બહાર છે. હવે, આ ક્રિમિનલને પકડવાની જવાબદારી જયદીપને આપવામાં આવી છે. તેની પર આ કેસને લઈ ઘણું જ પ્રેશર છે.

15 મેએ તમામ એપિસોડ સ્ટ્રીમ થશે

આ ક્રાઈમ થ્રિલરને સુદિપ શર્માએ લખી છે. આ પહેલાં તેમણે ‘ઉડતા પંજાબ’ તથા અનુષ્કા શર્માની ‘NH10’ લખી હતી. આ સીરિઝ 15 મેના રોજ એમેઝોન પર સ્ટ્રીમ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here