ટ્રેલર : ફિલ્મ ‘સડક 2’નું ટ્રેલર રિલીઝ, વિશ્વ હિંદુ પરિષદે મહેશ ભટ્ટ પર હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ મૂક્યો

0
0

સંજય દત્ત-આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું 12 ઓગસ્ટના રોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આદિત્ય રોય કપૂર તથા પૂજા ભટ્ટ પણ છે.

શું છે ટ્રેલરમાં?

ફિલ્મમાં પૂજા ભટ્ટના અવસાન બાદ સંજય દત્ત જીવવાનો ઉત્સાહ ગુમાવી ચૂક્યો હોય છે. ત્યારબાદ આલિયા ભટ્ટની એન્ટ્રી થાય છે. આલિયા ભટ્ટે ફૅક ગુરુઓને કારણે પોતાની વ્યક્તિને ગુમાવી છે. આલિયા હવે બદલો લેવા માગે છે. આદિત્ય રોય સાથે આલિયા, સંજય દત્તની ગાડીમાં કૈલાસ પર્વત જવા રવાના થાય છે. અહીંયા મકરંદ દેશપાંડેની એન્ટ્રી થાય છે. મકરંદ દેશપાંડે ગુરુના રોલમાં છે અને તે આલિયાને મારવા માગે છે.

વિશ્વ હિંદુ પરિષદે મહેશ ભટ્ટ પર આક્ષેપ મૂક્યો

ફિલ્મમાં હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડનારા કેટલાક સીન બતાવવામાં આવ્યા છે. આની વિરુદ્ધ વિશ્વ હિંદુ પરિષદ એક્શન લેવા જઈ રહ્યું છે. માનવામાં આવે છે કે વિશ્વ હિંદુ પરિષદે મહેશ ભટ્ટ પર આક્ષેપ મૂક્યો છે કે આ એક એન્ટી હિંદુ ફિલ્મ છે અને હિંદુ લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

પહેલાં 11 ઓગસ્ટે ટ્રેલર રિલીઝ થવાનું હતું

પહેલાં ચર્ચા હતી કે ફિલ્મનું ટ્રેલર 11 ઓગસ્ટે રિલીઝ થશે. જોકે, સંજય દત્તે સોશિયલ મીડિયામાં કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે. આથી જ ટ્રેલર પોસ્ટપોન કરી દેવામાં આવ્યું હતું.

ફિલ્મ 28 ઓગસ્ટે રિલીઝ થશે

આ ફિલ્મ 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હોટસ્ટારના રોજ સ્ટ્રીમ થશે. આ ફિલ્મને મહેશ ભટ્ટને ડિરેક્ટ કરી છે. 1991માં આવેલી ‘સડક’ની આ સીક્વલ છે. આ ફિલ્મમાં સંજય દત્ત તથા પૂજા ભટ્ટ લીડ રોલમાં હતાં. મહેશ ભટ્ટે 21 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબેક કર્યું છે. તેમણે છેલ્લે 1999માં ફિલ્મ ‘કારતૂસ’ ડિરેક્ટ કરી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સમાં આક્રોશ

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા સોશિયલ મીડિયામાં યુઝર્સે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ફિલ્મને બોયકૉટ કરવાની માગણી કરી હતી. એક યુઝરે કહ્યું હતું, સોરી આલિયા, હું આ ફિલ્મ નહીં જોઉઁ. તો અન્ય એકે કહ્યું હતું કે તેણે ડિઝની પ્લસ હોટ સ્ટાર એપ જ અનઈન્સ્ટોલ કરી નાખી.

https://twitter.com/KartikAarya1/status/1293065650005401600?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1293065650005401600%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Ftrailer-release-of-sanjay-dutt-alia-bhatt-film-sadak-2-truth-and-love-journey-shown-127610713.html

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here