Wednesday, March 26, 2025
Homeટ્રેનની વ્હીસલને લીધે ઉશ્કેરાતા ચાંદલોડિયા, ડી કેબિનના લોકોને ટ્રેન પર પથ્થર ન...
Array

ટ્રેનની વ્હીસલને લીધે ઉશ્કેરાતા ચાંદલોડિયા, ડી કેબિનના લોકોને ટ્રેન પર પથ્થર ન ફેંકવા રેલવેનું ‘દોસ્તી’ અભિયાન

- Advertisement -

અમદાવાદઃ અમદાવાદમાં પ્રવેશતી કે બહાર જતી વખતે ટ્રેનના લોકો પાઈલટે વ્હીસલ વગાડે છે. વ્હીસલ સાંભળી રેલવે લાઈનની આસપાસ રહેતા લોકો ઉશ્કેરાઈને તેમજ બાળકો રમતાં રમતાં ટ્રેન પર પથ્થર ફેંકે છે. તાજેતરમાં રાજધાની, સૂર્યનગરી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનો પર પથ્થરબાજીથી એસી કોચનાં કાચ તૂટી ગયા હતા. આથી આરપીએફે ‘દોસ્તી’ અભિયાન શરૂ કરી ટ્રેકની આજુબાજુની સોસાયટીના ચેરમેનને નોટિસ આપી ટ્રેન પર પથ્થર ન ફેંકવા સમજાવ્યા છે. આરપીએફના સિનિયર ડીએસપી સરફરાઝ અહેમદ જણાવ્યું કે, સાબરમતી, કાળી ગામ અને ચાંદલોડિયાની સોસાયટીમાં અભિયાન થયું હતું.

50 વર્ષ પૂર્વે યુવતીનું ભૂત સોમનાથ મેલ પર ફરતું હોવાની અફવાએ પથ્થરમારો થયો હતો
50 વર્ષ પહેલાં નવા વાડજમાં નિર્ણયનગરના ગરનાળાની રેલવે લાઈન પરથી સોમનાથ મેલ રાત્રે વ્હીસલો ઉપર વ્હીસલો વગાડતી એલિસબ્રિજ રેલવે સ્ટેશન (ગાંધીગ્રામ) તરફ પસાર થતી હતી ત્યારે ટ્રેન પર પથ્થરમારાથી તરેહ-તરેહની અફવા ફેલાઈ હતી. ઘટના પછી પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એક યુવતીએ સોમનાથ મેઈલ આગળ પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ યુવતીનું ભૂત સોમનાથ મેલના ડબ્બા ઉપર દોડીને ચીસો પાડી રહી છે તેવી અફવા વહેતી થઈ હતી. આથી આ રૂટ પરથી ટ્રેન પસાર થતી ત્યારે આ યુવતીના પ્રેતાત્માને જોવા રેલવે લાઈન ઉપર લોકોના ટોળા જામતા પરંતુ આવું કંઈ જોવા ન મળતા ટ્રેન ઉપર પથ્થરો ફેંકતા હતા.

સમસ્યા હોય તો 182 ડાયલ કરો
આરપીએફે ‘દોસ્તી’ અભિયાન હેઠળ શુક્રવારે ચાંદલોડિયા, ડી કેબિન, સાબરમતીમાં ટ્રેન પર પથ્થર ન ફેંકવા અને સમસ્યા હોય તો હેલ્પલાઈન 182 પર સંપર્ક કરવા લોકોને સમજાવાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular