જામનગરથી 92.97 ટન લિક્વિડ ઑક્સિજનો જથ્થો ભરીને ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના

0
4

દેશભરમાં ફેલાયેલ કોરોના મહામારીમાં દર્દીઓને સારવાર માટે ઓક્સિજન સપ્લાય નિયમિત રીતે થઈ શકે તેવા હેતુથી રેલવેની સેવા લેવામાં આવી છે. આજે જામનગર જિલ્લાની રિલાયન્સ કંપનીમાંથી 92.97 ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો ભરીને હાપા (જામનગર)થી એક ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના કરવામાં આવી હતી.

કોરોના મહામારીએ દેશ ભરમાં કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ઓક્સિજનની વ્યાપક પ્રમાણમાં જરૂરીયાત ઉભી થઇ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અને હોસ્પિટલને નિયત સમયમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે હેતુથી રેલ્વે સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે. આથી રેલવે દ્વારા ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જે અન્વયે જામનગરની રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજનનો જથ્થો ભરીને જામનગર નજીકના હાપા રેલવે સ્ટેશનથી આજે સવારે 7:15 કલાકે દિલ્હી કેંટ માટે પાંચ ટેન્કરમાં કુલ 92.97 ટન લિકવિડ ઑક્સિજનો જથ્થો ભરીને ટ્રેન રવાના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here