Saturday, September 24, 2022
Homeરાજ્યમાં 6 IAS અધિકારીની બદલી, હર્ષદ પટેલની રાહત કમિશનર તરીકે નિમણૂંક કરવામાં...
Array

રાજ્યમાં 6 IAS અધિકારીની બદલી, હર્ષદ પટેલની રાહત કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી

- Advertisement -

ગાંધીનગર. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે શનિવારે સાંજે છ આઇએએસ અધિકારીની બદલીના હુકમો કર્યાં છે. જે પૈકી 2004ની બેચના આઇએએસ અને સેટલમેન્ટ કમિશનર હર્ષદ પટેલને રાહત નિયામક તરીકે નિમણૂક અપાઈ છે. ત્રણ આઇએએસ અધિકારી શનિવારે નિવૃત્ત થતાં આ બદલીના હુકમો કરાયાં છે. વલસાડ કલેક્ટર તરીકે આર.આર. રાવલ, શાલિની દુહાનને ગાંધીનગરના ડીડીઓ, શરીફ હુડ્ડાને સુરેન્દ્રનગરના ડીડીઓ, પરાગ ભગદેવને મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મયૂર મહેતાને બદલીને નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા વિભાગ હેઠળ ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવ તરીકે મુકાયા છે. જ્યારે આર.એસ. નિનામા પાસેથી આ વધારાનો હવાલો પાછો લેવાયો છે.

આ અધિકારીની બદલી કરવામાં આવી

હર્ષદ પટેલ રાહત નિયામક, મહેસૂલ
આર.આર. રાવલ કલેક્ટર, વલસાડ
શાલિની દુહાન ડીડીઓ, ગાંધીનગર
શરીફ હુડ્ડા ડીડીઓ, સુરેન્દ્રનગર
પરાગ ભગદેવ ડીડીઓ, મોરબી
મયૂર મહેતા સભ્ય સચિવ (GWSSB)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular