Wednesday, October 20, 2021
Homeગુજરાતપરિવહન : રાજકોટમાં 31મીથી મુંબઈની ડેઈલી ફલાઈટ શરુ

પરિવહન : રાજકોટમાં 31મીથી મુંબઈની ડેઈલી ફલાઈટ શરુ

 

રાજકોટ એરપોર્ટની હવાઈ સેવામાં વહેલી સવારે રાજકોટ-મુંબઈની ડેઈલી ફલાઈટ શરૂ કરવા ઉદ્યોગપતિઓ અને મુસાફરોની માંગણી ઉઠતા આગામી તા.31 મી ઓકટોબરથી એર ઈન્ડીયાની રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટ સેવાનો પ્રારંભ થનાર છે.દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડિયાનાં શેડયુલમાં મોટા ફેરફાર થનાર છે.

રવિવારે ઉડ્ડયન શરૂ રહેશે
આ તા.31મી તારીખથી રાજકોટ-મુંબઈ એઆઈસી 601/602 દરરોજ સવારે 6-10 રાજકોટ લેન્ડીંગ થયા બાદ 6.40 કલાકે પરત મુંબઈ જવા ટેક ઓફ થશે.આ ઉપરાંત હાલ સાંજે રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટનું ઉડ્ડયન તા.31 મીથી સપ્તાહમાં 4 દિવસ ઉડશે. જેમાં રાજકોટ-દિલ્હી એઆઈસી 403/404 સોમ,મંગળ,ગુરૂ,શનિ,અને રાજકોટ-મુંબઈ એઆઈસી 655/656 મંગળ,ગુરૂ, શુક્ર,રવિવારે ઉડ્ડયન શરૂ રહેશે.

નવા શિડયુલ એકાદ સપ્તાહમાં જાહેર
દિવાળીના તહેવારો એર ઈન્ડીયાએ દિલ્હી-મુંબઈની ડેઈલી સેવામાં કાપ મુકી આ બન્ને ફલાઈટ સપ્તાહમાં 4-4 દિવસનો શેડયુલ જાહેર કર્યો છે. દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડીયાએ સેવામાં કાપ મુકતા મુસાફરોને હવાઈ સેવામાં ઘટાડો થનાર છે.સ્પાઈસ જેટ અને ઈન્ડિગો કંપનીના શેડયુલમાં ફેરફાર થવાની શકયતાઓ છે.આ બન્ને એર લાઈન્સ કંપનીનાં નવા શિડયુલ એકાદ સપ્તાહમાં જાહેર થાય તેવી શકયતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments