Sunday, November 28, 2021
Homeસુરત : પ્રેમજાળમાં ફસાવી નરાધમે 15 વર્ષની કિશોરીને પીંખી નાંખી, આરોપી યુવકની...
Array

સુરત : પ્રેમજાળમાં ફસાવી નરાધમે 15 વર્ષની કિશોરીને પીંખી નાંખી, આરોપી યુવકની ધરપકડ

રાજ્યમાં કિશોરીઓથી લઇ મહિલાઓ પણ સુરક્ષિત નથી રહી. મહામારી જેવા વિકટ સમયમાં પણ બળાત્કારની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. વાત છે સુરતની.. જ્યાં એક નરાધમે માસૂમને પીંખી નાખી.

સુરતમાં એક 19 વર્ષના યુવાને 15 વર્ષની કિશોરીને મીઠી મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી દીધી.

ઘટનાની વિગત મુજબ, શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરીને 19 વર્ષીય શુભમ શુક્લા નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં થોડા સમય બાદ તેને ભગાડીને લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તે નરાધમ યુવકે તે કિશોરીને મૂકી ચાલ્યો ગયો હતો. આ મામલે કિશોરીના પરિવારજનોએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

ડિંડોલી પોલીસે આ મામલે શુભમ વિરૂદ્ધ પોસ્કો દુષ્કર્મ અને અપહરણ એકટની કલમ લગાવી છે અને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments