Saturday, September 18, 2021
Homeપોર્ન બાદ ગેમિંગમાં ફસાયો : રાજ કુંદ્રાની ‘વિઆન ઇન્ડસ્ટ્રી’ કંપનીએ અઢીથી ત્રણ...
Array

પોર્ન બાદ ગેમિંગમાં ફસાયો : રાજ કુંદ્રાની ‘વિઆન ઇન્ડસ્ટ્રી’ કંપનીએ અઢીથી ત્રણ હજારનો ગોટાળો કર્યો

છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા વિવાદમાં છે. રાજ કુંદ્રા પર પોર્ન વીડિયો બનાવવાનો તથા વેચવાનો આરોપ છે. હાલમાં રાજ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાજ કુંદ્રાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે મહારાષ્ટ્રના ભાજપ લીડર રામ કદમે રાજ કુંદ્રા પર આરોપ મૂક્યો છે કે રાજે એક મોડલ તથા એક્ટ્રેસની જાતીય સતામણી કરી હતી.

આજ તકના અહેવાલ પ્રમાણે, રામ કદમે કહ્યું હતું, ’14 એપ્રિલ, 2021ના રોજ એક જાણીતી મોડલ તથા એક્ટ્રેસે જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણે રાજ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. જોકે આ ફરિયાદમાં આગળ કાર્યવાહી થઈ નહીં. આ સાથે જ મોડલ પર ફરિયાદ પરત લેવાનું દબાણ કરવામાં આવ્યું હતું. સરકારે જવાબ આપવો પડશે કે આ લોકો કોણ હતા? હજી સુધી કેમ રાજ કુંદ્રા વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.’

 

શિલ્પા શેટ્ટીનો ઉપયોગ કર્યો
શુક્રવાર, 30 જુલાઈના રોજ રામ કદમે પ્રેસ-કોન્ફરન્સમાં આરોપ મૂક્યો હતો કે રાજ કુંદ્રાએ ઓનલાઇન ગેમના પ્રચાર માટે શિલ્પા શેટ્ટીનું નામ તથા તસવીરોનો ઉપયોગ કર્યો હતો. રાજ કુંદ્રાએ ઓનલાઇન ગેમ GOD (ગેમ ઓફ ડોટ)ના માધ્યમથી છેતરપિંડી કરી હતી. શિલ્પા શેટ્ટીની પ્રતિભાનું સન્માન કરવામાં આવે છે, પરંતુ આ ગેમના પ્રચાર તથા પ્રસાર માટે શિલ્પા શેટ્ટીના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

3 હજાર કરોડનો ગોટાળો
કદમે વધુમાં કહ્યું હતું કે રાજ કુંદ્રાની ‘વિઆન ઇન્ડસ્ટ્રી’ નામની કંપની છે. રાજ આ કંપનીનો ડિરેક્ટર છે. વિઆન કંપનીએ GOD નામની ઓનલાઇન ગેમ શરૂ કરી હતી. આ ગેમને લીગલ ઓનલાઇન ગેમ બતાવવામાં આવી હતી. વિઆન કંપનીના લેટર હેડ પર શિલ્પા શેટ્ટીની તસવીરનો પ્રમોશન માટે ઉપયોગ થતો હતો. આ ગેમ જીતનારને પૈસા આપવાની વાત કરવામાં આવી હતી અને દેશભરના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અઢીથી ત્રણ હજારનો ગોટાળો વિઆન ઇન્ડસ્ટ્રીએ કર્યો છે.

મહારાષ્ટ્ર ભાજપના લીડર રામ કદમે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પર ગંભીર આરોપો કર્યા છે.
મહારાષ્ટ્ર ભાજપના લીડર રામ કદમે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પર ગંભીર આરોપો કર્યા છે.

એક વ્યક્તિ પાસેથી 15-30 લાખ રૂપિયા પડાવવાનો આરોપ
રામ કદમે આગળ કહ્યું હતું કે આપણા બંધારણે કોઈને પણ છેતરપિંડી કરવાનો અધિકાર આપ્યો નથી. ગેમના નામે કોઈ પાસેથી 30 લાખ તો કોઈ પાસેથી 15-20 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. ગેમના ડિસ્ટ્રિબ્યુશનની વાત કરીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા અને તેમના પૈસા લૂંટી લેવામાં આવ્યા. કેટલાક લોકોએ ડિસ્ટ્રિબ્યુશનશિપ લીધી અને થોડા દિવસ સુધી ચલાવી પણ હતી. કેટલાકને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે આ છેતરપિંડીનું કામ છે. આ રીતે ગરીબો સાથે વિશ્વાસઘાત કરવાનો હક રાજ કુંદ્રાને કોને આપ્યો?

પૈસા માગ્યા તો માર માર્યો
રામ કદમે જણાવ્યું હતું કે આ કેસમાં પીડિતો પૈસા પરત માગવા રાજની ઓફિસ ગયા તો બાઉન્સરે મારપીટ કરી હતી. આ કોઈ વ્યક્તિ વિશેષના વિરુદ્ધ કે સમર્થનમાં પ્રેસ-કોન્ફરન્સ નથી, રાજ કુંદ્રાએ યુવાઓ સાથે છેતરપિંડી કરી એ મુદ્દો ઉઠાવવા માટે કરવામાં આવી છે.

રાજ કુંદ્રા પર સોફ્ટ પોર્ન બનાવવા તથા તેને પ્રસારિત કરવાના આરોપો હેઠળ કેસ કરવામાં આવ્યો છે. હાલમાં રાજ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાજે જામીન માટે કોર્ટમાં અરજી પણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments