Thursday, August 5, 2021
Homeસુરત : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ટીચિંગ આસિસ્ટન્ટ પ્રોફેસરની ક્વાર્ટર્સમાં ફાંસો...
Array

સુરત : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ટીચિંગ આસિસ્ટન્ટ પ્રોફેસરની ક્વાર્ટર્સમાં ફાંસો ખાઇ આત્મહત્યા

સુરત શહેરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ટીચિંગ આસિસ્ટન્ટ પ્રોફેસરની ક્વાર્ટસમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

યુનિવર્સિટી ક્વાટર્સમાં જ ફાંસો ખાધો

સુરત શહેરના ઉધાન-મગદલ્લા રોડ પર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. જ્યાં પ્રોફેસરો માટે ક્વાર્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ટીચિંગ આસિસ્ટન્ટ પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ રહેતા હતા. આજે તેમના ક્વાર્ટર્સમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આપઘાતના કારણને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments