મુંબઈથી ભુજ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ કેન્સલ થતા પ્રવાસીઓ અટવાયા

0
16

મુંબઈ:ભુજ-મુંબઈ વચ્ચે એર ઈન્ડિયા એક માત્ર વિકલ્પ રહ્યો છે. ત્યારે ટેકનિકલ ક્ષતિ અને વરસાદને કારણે મુંબઈથી પ્લેન સમયસર ઉડાન ભરી શક્યું ન હતું. મુંબઈથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ભુજ સવારે 8 કલાકે પહોંચે છે. તેને બદલે સાંજ સુધી ફ્લાઈટ ભુજ ન પહોંચતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો અને અંતે ફ્લાઈટ કેન્સલ થઈ હતી.

મુંબઈથી ગુજરાત આવતી 10થી વધુ ફ્લાઈટ મોડી પડી
મુંબઈમાં વરસાદ બાદ અનેક ફ્લાઈટોના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા. રવિવારે પણ અનેક એરલાઈન્સની ફ્લાઈટો મોડી પડી હતી. જેમાં અમદાવાદ આવતી જતી 10 ફ્લાઈટો 1 કલાકથી 4.41 કલાક મોડી પડી હતી. જેમાં સ્પાઈસ જેટની સૌથી વધુ 6 ફ્લાઈટ મોડી પડતા પેસેન્જરોને હાલાકી ભોગવવી પડી હતી. શનિવારે પણ 3 ઈન્ટરનેશનલ સહિત 8 ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here