સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : સોમનાથમાં ભાવિકોની લાંબી લાઈન : દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર : ગિરનાર ટેમ્પલ રોપવેમાં લોકોનો ધસારો.

0
6

આજે નવા વર્ષના દિવસે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર ભાવિકોના ઘોડાપૂર આવ્યા છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મંદિરમાં આજે ભાવિકોની લાંબી લાઈન લાગી હતી. ચાર ધામોમાં એક ધામ દ્વારકા જગત મંદિરમાં પણ દર્શન માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા માટે લોકો ઉમટી પડ્યા છે. ભાવિકોના ધસારાથી ધાર્મિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે.

દ્વારકાંમાં ભાવિકોની ભીડ જામી
(દ્વારકાંમાં ભાવિકોની ભીડ જામી)

 

સોમનાથમાં ભાવિકો માસ્ક વગર પણ જોવા મળ્યાં

સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની દર્શન માટે લાંબી લાઈન લાગી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવેલા ભાવિકોમાં કેટલાક ભાવિકો માસ્ક વગર પણ જોવા મળ્યાં હતા. સોમનાથની બજારોમાં લોકોની ભારે ભીડથી કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો.

દ્વારકામાં મંગળા આરતીથી જ ભાવિકોની ભીડ ઉમટી પડી

યાત્રાધામ દ્વારકાધીશ જગતમંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતીથી જ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. દ્વારકામાં નવા વર્ષે પ્રથમ દિવસે પહેલા રાજાધિરાજના દર્શન કરીને સ્થાનિક ભક્તો અને દર્શનાર્થીઓએ પોતાના દિવસની શુભ શરૂઆત કરી હતી. આજે ભગવાન દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે આજે ગોમતી સ્નાન અને દીપ તરાવવા માટે ભાવિકો ઉમટી પડ્યા છે. ભાઈબીજના ભાઇ તથા બહેન પવિત્ર ગોમતી નદીમાં સાથે સ્નાન કરવાનું મહત્વ છે. આથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ગોમતીઘાટ પર સ્નાન કરવા ઉમટી પડશે. તથા સ્નાન કરી બહેન ગોમતીના જલમાં દિવો તરતો મુકશે.

જુનાગઢ સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓની ભીડ જામી
(જુનાગઢ સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓની ભીડ જામી)

 

જુનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે પ્રવાસીઓની ભીડ

ગઈકાલે રવિવારે પડતર દિવસ હોવા છતાં પણ જુનાગઢ સક્કરબાગ ઝૂમાં 10 હજાર જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આજે પણ સક્કરબાગ ઝૂ ખાતે ભીડ ઉમટી પડી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here