સોરાયસિસની દવાથી કોરોનાની સારવાર : ત્વચાની સારવારમાં વપરાતી ઈટોલીઝુમાબને કોવિડ માટે શરતી મંજૂરી મળી, શ્વાસની તકલીફના કિસ્સામાં આપવામાં આવશે

0
0

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાવાઈરસની સારવાર માટે ત્વચા સંબંધિત બીમારી(સોરાયસિસ)ના ઈટોલીઝુમાબ ઈન્જેક્શનના શરતી ઉપયોગને મંજૂરી આપી છે. તેનો ઉપયોગ તે દર્દીઓ પર કરવામાં આવશે જે સંક્રમિત થયા બાદ મેડિકલ ટર્મ એઆરડીએસથી પીડિત છે. આ સ્થિતિમાં શ્વાસ સંબંધી સમસ્યા પણ થઈ શકે છે.

શું ફાયદો થશે
ડ્રગ રેગ્યુલેટર ડોક્ટર વીજી સોમાનીએ શુક્રવારે આ ઈન્જેક્શનના ઉપયોગને મંજૂરી આપી હતી. એટલે કે, હવે તેનો ઉપયોગ કોવિડ -19ના દર્દીઓની સારવારમાં કરી શકાશે. એલઆરડીએસના દર્દીઓને લંગ્સમાં સમસ્યા હોય છે. તેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને ઘણી વખત તીવ્ર બળતરા પણ થાય છે. ઈટોલીઝુમાબ ઈન્જેક્શનને બાયોકોન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેનો ઉપયોગ પ્લેગ અથવા સોરાયસિસની સારવારમાં કરવામાં આવે છે. ગયા વર્ષે જ તેને મંજૂરી મળી હતી.

ભારતમાં અસરકારક સાબિત થશે
DCGIના એક ઓફિસરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે- ભારતમાં કોવિડ-19ના દર્દીઓ પર તેના ઈન્જેક્શનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તેના પરિણામ સારા મળ્યાં છે. અમારી ટીમમાં પલ્મોનોલિજિસ્ટ, ફાર્માલોજિસ્ટ અને એઈમ્સના મેડિકલ એક્સપર્ટ સામેલ હતા. જો કે, ડોક્ટરોએ તેનો ઉપયોગ કરતા પહેલા દર્દીને જાણ કરવી પડશે. તેના માટે તેની મંજૂરી પણ લેવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here