Monday, September 20, 2021
Homeટ્રી ગાર્ડની ચોરી : ગાંધીનગરના સેકટર 2 વિસ્તાર માં વૃક્ષોની સુરક્ષા માટેના...
Array

ટ્રી ગાર્ડની ચોરી : ગાંધીનગરના સેકટર 2 વિસ્તાર માં વૃક્ષોની સુરક્ષા માટેના ટ્રી ગાર્ડની ચોરીના બનાવ

ગાંધીનગર શહેરને હરિયાળું બનાવવાના ભાગરૂપે વન વિભાગ દ્વારા નિઃશુલ્ક રોપાનું નગરજનોને વિતરણ કરવામાં આવી રહ્યું છે જેને નગરજનો દ્વારા બહોળો પ્રતિસાદ સાપડી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી સેકટર 2 વિસ્તારમાંથી અજાણ્યા ચોર ઈસમો દ્વારા વૃક્ષોની સુરક્ષા માટે લગાવવામાં આવેલા ટ્રી ગાર્ડની પણ ચોરી કરીને રાત્રિના અંધકારમાં નાસી જતાં હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે.

ગાંધીનગર કોરોના મહામારી ની બીજી ઘાતકી લહેર નાં કારણે કૃત્રિમ ઓક્સિજન ની અછત સર્જાતા મૃત્યુ આંક વધી જવા પામ્યો હતો. કૃત્રિમ ઓક્સિજન મેળવવા માટે નગરજનો વલખાં મારતા નજરે પડતાં હતા. તેમ છતાં ઓક્સિજન નાં બાટલા ત્રણ ઘણા ભાવ આપવા છતાં મળી રહેતા ન હતા. ત્યારે વિકાસની આંધળી દોટ માં લીલાછમ વૃક્ષોનો સોથ વાળી દઈ સિમેન્ટ કોંક્રીટ ની બિલ્ડીંગો તેમજ ઓવર બ્રિજ બનાવી દેવામાં આવતા ગ્રીન સિટી તરીકેનું બિરુદ ગાંધીનગર ગુમાવી ચુક્યું છે.

કોરોના મહામારી દરમિયાન નગરજનોને કુદરતી ઓક્સિજન ની કિંમત સમજાઈ ગઈ હોવાથી વૃક્ષો વાવવા પ્રત્યે નગરજનોમાં જાગૃતિ જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગની સાથે ઘણી સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ખાસ અભિયાન હાથ ધરી નગરજનો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તે દિશામાં પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. વન તંત્ર દ્વારા પણ નગરજનો વૃક્ષારોપણ કરી ખોવાયેલી હરિયાળી પરત લાવવા નિઃશુલ્ક રોપા વિતરણ કરી રહી છે.

ચાલુ વર્ષે ગાંધીનગર શહેરમાં 1,61,200 ફુલ-છોડ તેમજ મોટા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરેલ છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકનાં ગાર્ડનોમાં 11 હજાર 400 વૃક્ષો તથા ગાંધીનગરમહાનગરપાલિકા હસ્તકનાં રંગમંચો તથા અર્બન હેલ્થ સેન્ટરો / સરકારી સ્કૂલો / ફાયર સ્ટેશનનાં કંમ્પાઉન્ડમાં કુલ 13 હજાર 400 વૃક્ષો અને ગાં.મ.ન.પા. વિસ્તારમાં નવા સમાવિષ્ટ કરેલ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 36 હજાર વૃક્ષો અને કોમન પ્લોટો તથા ખુલ્લી જગ્યા, રોડની સાઇડો તથા ડિવાઇડરોની બાજુમાં 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે નગરજનો દ્વારા ઠેર ઠેર વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. જેનાં જતન માટે તંત્ર દ્વારા ટ્રી ગાર્ડની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા ઘણા દિવસથી ટ્રી ગાર્ડની ચોરી ના બનાવો સામે આવી રહ્યા છે. સેકટર 2 સી વિસ્તાર નાં રહીશો દ્વારા પણ પોતાના કોમન પ્લોટમાં વૃક્ષો વાવી નગરને હરિયાળું બનાવવાની ઝુંબેશમાં સિંહ ફાળો આપવામાં આવી રહ્યો છે. પરંતુ અત્રેના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અજાણ્યા ચોર ઈસમો રાત્રિ દરમિયાન ટ્રી ગાર્ડની ચોરી કરીને નાસી જતાં હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. જેનાં પગલે પ્રકૃતિ પ્રેમીઓ રાત્રિ દરમિયાન ટ્રી ગાર્ડની ચોરી કરવા આવતા ઈસમોને ઝડપી લેવા માંગણી કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments