- Advertisement -
વિકાસની આંધળી દોટ પાછળ માનવી વૃક્ષાેનું નિકંદન કાઢી સિમેન્ટ કાંક્રીટનાં જંગલો ઉભા કરતા પર્યાવરણ પર ભારે સંકટ સર્જાવાની સાથે ઋતુ ચક્રમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે અરવલ્લી જીલ્લાના બાયડ પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણે પર્યાવરણને બચાવવા અને જનજાગૃતિ ફેલાવવા પ્રાંત કચેરીમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ફરજીયાત એક વૃક્ષ દત્તક લેવાની એટલેકે વૃક્ષ ઉછેરવાની અને રક્ષણ કરવાની જવાબદારી સોંપી હતી.
અરવલ્લીની ગીરીમાળાઓમાં વૃક્ષાેનું નું ભારે નિકંદન થઈ રહ્યું છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષાેની વિકાસના નામે ઘોર ખોદી નાખી છે બાયડ પ્રાંત અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણે પર્યાવરણ બચાવવા અનોખી મુહિમ ઉપાડી છે અને તેમના વિસ્તારમાં વૃક્ષા રોપણ અંગે જાગૃતિ ફેલાય તે માટે લોકોને વૃક્ષ વાવવા અને જતન કરવા અનુરોધ કરી રહ્યા છે બાયડ પ્રાંત કચેરીમાં વિવિધ વૃક્ષ વાવી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીને એક વૃક્ષ ઉછેરની જવાબદારી સોંપી પર્યાવરણ બચાવવા અનોખી પહેલ કરી હતી પ્રાંત અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણે ની પર્યાવરણ બચાવો ઝુંબેશમાં હઠીપુરા ગ્રામ પંચાયતે પણ ગામમાં ૧ હજાર વૃક્ષ વાવવા માટે કટિબદ્ધ બની હતી અને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવા માટે પ્રાંત અધિકારીને લેખિત જાણ કરી પર્યાવરણ બચાવો અભિયાનને સમર્થન આપ્યું હતું
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી