દહેગામ નગરપાલિકા દ્વારા નમામી દેવી નર્મદા મહોત્સવ નીરના વધામણા સાથે વ્રુક્ષારોપણ કાર્યક્રમ

0
16

દહેગામ નગરપાલિકા દ્વારા આજે ભારતના વડાપ્રધાનના ૭૦ મા જન્મ દીવસની ઉજવણી સાથે નર્મદા દેવીના વધામણા સાથે વ્રુક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરી શ્રીફળ, ચુંદડી અર્પણ કરી મહાઆરતી કરવામા આવી.

આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીનો ૭૦ મો જન્મ દીવસની શાનદાર રીતે ઉજવણી કરીને સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટર ઐતિહાસિક સપાટી પહોચતા આજે ભારતના વડાપ્રધાન કેવડીયા ખાતે ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નિતિનભાઈ પટેલની પ્રેરક હાજરીમા મા નર્મદા નીરના વધાવણા શ્રીફળ, ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

તેના અનુસંધાનમા આજે દહેગામ નગરપાલિકાના પ્રમુખ બીમલભાઈ અમીન, નાયબ કલેક્ટર વીરલબેન દેસાઈ, મામલતદાર એચ એલ રાઠોડ, ચિફ ઓફીસર સતીષ પટેલ તથા કોર્પોરેટર પીંટુભાઈ અમીન, કોર્પોરેટર ધરમેંદ્રસિંહ રાઠોડ તેમજ નાયબ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારી તેમજ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામા હાજર રહીને તાલુકા મથકે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગને અનુરૂપ આ તમામ અધિકારી અને ચુંટાયેલા પ્રતિનિધિઓ ભેગા મળીને નર્મદા નીરના વધામણા કરવા માટે આનંદ અને ઉલ્લાસ પુર્વક નગરપાલિકામા આવેલા તળાવ પાસે સૌ ભેગા મળી અને શાળાની વિદ્યાર્થીનીઓએ માથે કળશ મુકીને સૌના સાથ અને સૌના સહકારથી મા નર્મદા નીરના વધામણા કરતા પહેલા મહાઆરતી કરવામા આવી અને આરતી કર્યા બાદ સૌ ભેગા મળી મા નર્મદા નીરને વધામણામા શ્રીફળ અને ચુંદડી અર્પણ કરીને નર્મદા દેવીની પુજા અર્ચના કરવામા આવી હતી.

બાઈટ : બીમલભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ

ત્યારબાદ આ કાર્યક્રમનો શુભારંભ કરવામા આવ્યો હતો. તેમા આજના પ્રસંગને અનુરૂપ પ્રાસંગીક પ્રવચન કરવામા આવ્યા હતા અને પ્લાસ્ટિકનુ એકત્રીકરણ માટે વિસ્તુત માહિતી આપવામા આવી હતી અને શાળાની વિદ્યાર્થીનીઓએ આ પ્રસંગને અનુરૂપ કાર્યક્રમ આપ્યો હતો ત્યાર બાદ લાડુની વિતરણ કરી સૌનુ મોઢુ મીઠુ કરી સ્વચ્છતા જાળવવા સંદર્ભે નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો ભેગા મળી વ્રુક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. અને આજના આ પ્રસંગને ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરવામા આવી હતી અને અંતે આભારવિધિ નગરપાલિકાના કોર્પોરેટર પીંટુભાઈ અમીને કરી હતી.

 

 

  •  આજે ભારતના વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીનો ૭૦ મા જન્મ દીવસની શાનદાર ઉજવણી પ્રસંગે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોચતા નર્મદા નીરના વધામણા કરવામા આવ્યા
  • આજના આ પ્રસંગને અનુરૂપ આજે દહેગામ નગરપાલિકા દ્વારા નર્મદા નીરના વધામણા અને વ્રુક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
  • આજના આ પ્રસંગને નાયબ કલેક્ટર, નગરપાલિકા પ્રમુખ, મામલતદાર, ચિફ ઓફીસર, ચુંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ ભેગા મળી નર્મદા નીરના વધામણા કરવામા આવ્યા
  • અને આ પ્રસંગને અનુરૂપ વ્રુક્ષારોપણ કાર્યક્રમનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ અને સૌને લાડવા વેચીને મીઠુ મોઢુ કરી પીંટુભાઈ અમીન દ્વારા આભારવિધિ કરવામા આવી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here