Monday, September 20, 2021
Homeવૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન : બુલેટ ટ્રેન માટે સાબરમતીથી વટવા સુધીના રૂટમાં 4 હજાર...
Array

વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન : બુલેટ ટ્રેન માટે સાબરમતીથી વટવા સુધીના રૂટમાં 4 હજાર વૃક્ષો હટાવવામાં આવશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા સાબરમતીથી વટવા સુધીના રૂટમાં લગભગ 4 હજાર જેટલા વૃક્ષો હટાવવામાં આવશે. પર્યાવરણની જાળમણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા 90 સેન્ટીમીટરથી વધુ ઘેરાવવાળા વૃક્ષોને કાપી દેવામાં આવશે. જ્યારે ઓછા ઘેરાવવાળા વૃક્ષોને અન્યત્ર ખસેડી ફરીથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

અમદાવાદ વિસ્તારમાં 700 જેટલા વૃક્ષોનું ફરીથી ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદથી મુંબઈ સુધીના રૂટ પર 60 હજારથી વધુ વૃક્ષો હટાવવામાં આવશે. જો કે પર્યાવરણની જાળવણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા એક વૃક્ષની સામે 10 વૃક્ષ વાવવા રેલવે, મ્યુનિ. કોર્પોરેશન સહિત અન્ય સ્થાનિક તંત્રને 25 હજાર રૂપિયા ચુકવવામાં આવશે.

સાબરમતીથી મુંબઈ સુધીના 508 કિલોમીટર રૂટ પર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ સહિત ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે તે રૂટ પર એનએચએસઆરસીએલ દ્વારા પિલરની જગ્યાએ બંને તરફ આરઓડબ્લ્યુ પિલર (રાઈટ ઓફ વે પિલર) લગાવી દેવાયા છે.

સાબરમતીથી વટવા સુધી અમદાવાદ વિસ્તારની સાથે ગુજરાતમાં લગભગ 95 ટકા જેટલી જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થતા આખા રૂટ પર જ્યાં કોઈ સમસ્યા નથી ત્યાં આરઓડબ્લ્યુ પિલર લગાવી દેવાયા છે. વધુમાં આ રૂટ પર આવતા નાના મોટા વૃક્ષો હટાવવાની કામગીરી પણ હાલ એનએચએસઆરસીએલ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.

25 ફૂટના અંતરે પિલર લગાવાયા
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન થયા બાદ આ રૂટ પર આવતા દબાણો તેમજ અન્ય અવરોધો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રેલવેની ઓફિસો અને વર્કશોપ અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. જ્યારે ખાનગી બાંધકામને હટાવવા તેના માલિકને વળતર ચુકવવામાં આવ્યા છે. વધુમાં લોકોને ખબર પડી રહે તે માટે પિલરથી લગભગ બન્ને બાજુએ લગભગ 25 ફૂટના અંતરે એનએચએસઆરસીએલે આરઓડબ્લ્યુ પિલર લગાવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments