Thursday, January 16, 2025
Homeવૃક્ષો વાવો વરસાદ લાવો અંતર્ગત VSSM સંસ્થા દવારા નરાણા ગામે ૧૦૦૦ વૃક્ષો...
Array

વૃક્ષો વાવો વરસાદ લાવો અંતર્ગત VSSM સંસ્થા દવારા નરાણા ગામે ૧૦૦૦ વૃક્ષો નુ વાવેતર

- Advertisement -
વૃક્ષો વાવો વરસાદ લાવો અંતર્ગત આજે દિયોદર તાલુકાનાં નરાણા ગામે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામજનોનાં સયુકત ઉપક્રમે નરાણા હરસિધ માતાજીનાં મંદિર ની જગયાં એ કણજી,લીમડો,બોરસલી,ગરમાળો,રામ બાવળ,જાંબુ, જેવા ૧૦૦૦ વૃક્ષો રોપવામાં આવયાં.
આ પ્રસંગે સંસ્થાનાં જીલ્લા સંયોજક નારણભાઇ રાવળ, કાર્યકર ઇશ્વરભાઇ તથા દિયોદર ધારાસભ્યશ્રી શિવાભાઇ ભુરીયા,ગામનાં આગેવાનો શ્રી વાઘેલા ચેલસિહજી,અણદાભાઇ,દાનાંભાઇ,દેવાભાઇ,ભરતભાઇ વૃક્ષ મંડળીનાં સભ્યો શ્રી નગીનભાઇ,પ્રકાશભાઇ,દિનેશભાઇ,રણછોડભાઇ,ભગવાનભાઇ,વેલાભાઇ તથા શાળાનાં શિક્ષક મિત્રો અને બાળકો હાજર રહયાં હતાં ધારાસભ્યશ્રી એ વૃક્ષોનું મહત્વ અને માવજત રાખવા માટેનો સંદેશ આપયો હતો.
સંસ્થા નાં સયોજકશ્રી અે શાળાનાં બાળકો ને વૃક્ષોનુ અનેરુ મહત્વ અને એની માવજત વિશેની સમજ આપી હતી આ ૧૦૦૦ વૃક્ષો નાં ઉછેર માટે શિવગર બાપજી ની વૃક્ષમિત્ર તરીકે નિમણુક કરી હતી ……..
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા  
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular