તિહાડ જેલમાં ટ્રાયલ લેવાઈ, નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ તેજ

0
22

નવી દિલ્હી, તા.10 ડિસેમ્બર 2019, મંગળવાર

તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપ કેસના ચારે આરોપીઓને ટુંક સમયમાં ફાંસીએ ચઢાવાશે તેવી ચર્ચાઓ તેજ બની રહી છે.

તિહાડ જેલ પાસે જોકે ફાંસની સજાની તારીખ કરતો કોઈ પત્ર હજી સુધી સરકાર તરફથી આવ્યો નથી પણ જેલ પ્રશાસને આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જેલમાં ફાંસીનુ રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ. આ રિહર્સલમાં 100 કિલો વજનના એક પુતળાને ફાંસી આપવામાં આવી હતી. તેને એક કલાક સુધી માંચડા પર લટકાવી રખાયો હતો.

આ કરવા પાછળનુ કારણ એ જોવાનુ છે કે, ફાંસીની સજા માટે વપરાતી રસ્સી આરોપીઓને ફાંસી આપવામાં આવે ત્યારે તુટી ના જાય તેટલી મજબૂત છે કે નહી. કારણકે 9 ફેબ્રઆરી, 2013ના રોજ સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરૂને ફાંસી અપાઈ ત્યારે પણ આ પ્રકારની ટ્રાયલ લેવામાં આવી હતી. જેમાં પુતળાને જે રસ્સી પર લટકાવાયુ હતુ તે રસ્સી તુટી ગઈ હતી. આ વખતે તો ચાર કેદીઓનો મામલો હોવાથી જેલ તંત્ર કોઈ ચાન્સ લેવા માંગતુ નથી.

 

આરોપીઓને ફાંસી આપવા માટેના દોરડા બક્સરથી મંગાવાયા છે. જેલ અધિકારીઓનુ કહેવુ છે કે, ફાંસી આપવા જલ્લાદની જરૂર નહી પડે પણ જરૂર પડે તો મહારાષ્ટ્ર, યુપી કે પંજાબથી જલ્લાદ બોલાવવાની વ્યવસ્થા કરાશે.

નિર્ભયા કાંડના દોષી પવનને મંડોલી જેલમાંથી તિહાડમાં ગઈકાલેજ શિફ્ટ કરાયો છે. આ જેલમાં અક્ષય, મુકેશ અને વિનય શર્મા પહેલેથી જ કેદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here