આજથી કોરોના રસીના બીજા ફેઝનું ટ્રાયલ : પુણેની હોસ્પિટલમાં 6 લોકોને આપવામાં આવશે કોવિશિલ્ડનો ડોઝ, આ વર્ષના અંત સુધીમાં મળી શકે છે વેક્સિન

0
6

દેશમાં, કોરોના રસીના બીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ બુધવારથી શરૂ થઈ રહ્યું છે. પુણેની ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં 6 લોકોને કોરોના રસી કોવશેલ્ડ આપવામાં આવશે. આગામી સમયમાં કુલ 300થી 350 લોકોને આ રસી આપવામાં આવશે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપની મળીને આ રસી વિકસાવી રહ્યા છે. ભારતમાં, આ રસી કોવિશિલ્ડ (AZD1222) નામથી શરૂ કરવામાં આવશે.

ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજના ડિરેક્ટર ડો. સંજય લાલવાણીએ કહ્યું કે, અમે પરીક્ષણ માટે 6 વ્યક્તિઓની પસંદગી કરી છે. આ લોકોની સ્ક્રીનીંગ પ્રક્રિયા ચાલી રહી છે. RT-PCR અને એન્ટિબોડી પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જો બધું બરાબર રહ્યું તો તેમને બુધવારે રસીનો ડોઝ આપવામાં આવશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ત્રયાલની સફળતા બાદ ભારતમાં 1 અબજ ડોઝનું ઉત્પાદન કરવા બ્રિટિશ-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે પણ જોડાણ કર્યું છે.

મેડિકલ જર્નલનો દાવો- રસી અત્યાર સુધી સલામત છે

મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ રસી અત્યારસુધીના પરીક્ષણોમાં સંપૂર્ણ સલામત અને અસરકારક છે. આ માહિતી બહાર આવ્યા બાદ સીરમ અને ઓક્સફર્ડની આ રસી ફ્રન્ટ રનર વેક્સિન લિસ્ટમાં આગળ આવી ગઈ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ એમ પણ કહ્યું છે કે AZD1222 નામની વેક્સિન લગાવવાથી સારો ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સિનના ટ્રાયલ સાથે સંકળાયેલી ટીમને અને ઓક્સફર્ડ મોનિટરિંગ ગ્રૂપને આ રસીમાં સલામતી અંગે કોઈ ચિંતા જોવા મળી ન હતી.

ત્રીજા તબક્કાને પણ મંજૂરી મળી

3 ઓગસ્ટે, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા દેશમાં બીજા અને ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ્સ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટને મંજૂરી આપવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ભારત મુજબ, હ્યુમન ટ્રાયલના પાર્ટિસિપન્ટને આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here