તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ પણ તીરથ સિંહના નિવેદન મામલે આકરો પ્રતિભાવ આપ્યો

0
4

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મહિલાઓના પહેરવેશને લઈ જે નિવેદન આપ્યું હતું તેનો વિવાદ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે અને તેને અનુસંધાને રાજકીય પ્રતિક્રિયાઓની પણ લાઈન લાગી છે.

ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ પણ તીરથ સિંહના નિવેદન મામલે આકરો પ્રતિભાવ આપ્યો છે. મહુઆ મોઈત્રાએ ટ્વીટર પોસ્ટમાં લખ્યું હતું કે, ઉત્તરાખંડના સીએમ કહે છે કે, ‘જ્યારે નીચે જોયું તો ગમ બુટ હતા અને ઉપર જોયું તો…એનજીઓ ચલાવો છો અને ઘૂંટણ ફાટેલા દેખાય છે?’ સીએમ સાહેબ, જ્યારે તમને જોયા તો ઉપર-નીચે-આગળ-પાછળ અમને ફક્ત બેશર્મ-ભદ્દો માણસ દેખાય છે.

મહુઆ મોઈત્રાએ વધુમાં લખ્યું હતું કે, રાજ્ય ચલાવો છો અને મગજ ફાટેલા દેખાય છે? ઉલ્લેખનીય છે કે, મહુઆ મોઈત્રા સિવાય અનેક રાજકીય દળના નેતાઓ તીરથ સિંહ રાવતના નિવેદનની ટીકા કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ સતત આ મામલે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ તીરથ સિંહના નિવેદનને લઈ ટિપ્પણી કરી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું હતું કે, ‘દેશની સંસ્કૃતિ અને સંસ્કાર પર તેવા પુરુષોથી ફરક પડે છે જે મહિલાઓ અને તેમના વસ્ત્રોને જજ કરે છે. મુખ્યમંત્રીજી વિચારો બદલો ત્યારે જ તો દેશ બદલાશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here