Monday, September 20, 2021
Homeસાગબારા-દેડિયાપાડા રોડપર ત્રિપલ અકસ્માત : ટ્રક, કન્ટેઇનર અને એસ.ટી બસ ભડકે...
Array

સાગબારા-દેડિયાપાડા રોડપર ત્રિપલ અકસ્માત : ટ્રક, કન્ટેઇનર અને એસ.ટી બસ ભડકે બળ્યાં.

સાગબારાના અમિયાર પાસે કપાસ ભરેલી ટ્રક, કન્ટેઇનર તેમજ એસટી બસ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્પાર્ક થતાં ઓઇલ-કપાસમાં આગ લાગતાં જોતજોતામાં ત્રણેય વાહનો આગની ચપેટમાં આવી જતાં ભડકે બળી હતી. અકસ્માતમાં હાલમાં એસટી બસના ડ્રાઇવર તેમજ ડ્રાઇવર અને ટ્રકનો ક્લિનર ગંભીર રીતે ઘવાયો હતો. જોકે ટ્રક તેમજ કન્ટેઇનરના ડ્રાઇવરનો પત્તો ન લાગતાં તેઓ વાહનમાં જ ફસાઇને ભડથું થઇ ગયાં હોવાની આશંકાઓ પ્રાથમિક તબક્કે વ્યક્ત કરાઇ રહી છે.

સાગબારા દેડિયાપાડા રોડ પર નવીફળી અને અમિયાર ગામ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક સાગબારાથી દેડિયાપાડા તરફ જઇ રહી હતી. જ્યારે સામેથી એક કન્ટેઇનર આવી રહ્યું હતું. દરમિયાનમાં કન્ટેઇનર ચાલકનું સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતાં કુરિયરનો સામાન ભરેલું કન્ટેઇનર કપાસ ભરેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ ગઇ હતી. અરસામાં સાગબારાથી દેડિયાપાડા તરફ આવી રહેલી એક એસટી બસ કન્ટેઇનરમાં પાછળ ભટકાઇ ગઇ હતી. અકસ્માતના કારણે એન્જિનને નુકશાન થતાં ઓઇલ તેમજ ડિઝલ ગળતર થવા સાથે સ્પાર્ક થતાંઆગ લાગી હતી.જોતજોતમાં આગે વિકરાળ રૂપધારણ કરી કપાસની ટ્રકમાં આગ ભભુકી ઉડી હતી. જે બાદ કન્ટેઇનર અને બસ પણ આગની ચપેટમાં આવી ગઇ હતી.

ઘટનામાં હાલમાં એસટી બસના ડ્રાઇવર તેમજ ડ્રાઇવર અને ટ્રકનો ક્લિનર ગંભીર રીતે ઘવાયો હતો. જોકે ટ્રક તેમજ કન્ટેઇનરના ડ્રાઇવરનો પત્તો ન લાગતાં તેઓ વાહનમાં જ ફસાઇને ભડથું થઇ ગયાં હોવાની આશંકાઓ પ્રાથમિક તબક્કે વ્યક્ત કરાઇ રહી છે. બનાવને પગલે સ્થાનિક પોલીસે તુરંત દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.

ફાયર સ્ટેશન ન હોઇ આગ કાબુમાં ન આવી

સાગબારા તાલુકો રાજ્યનો છેવાડાનો તાલુકો હોય અહી કોઈ ફાયર સ્ટેશન ની સુવિધા ન હોવાના કારણે વાહનો આગમાં ભળીને ભળતું થઈ જવા પામ્યા છે. આગ લાગવાની જાણ આજુબાજુ ના ગામોમાં ફેલાતા આગ લાગવાની જગ્યાએ લોકોના તોળે ટોળાં ઉમટી પડ્યા હતા. પરંતુ બચાવ કામગીરી માટે કોઈ આગળ આવવા તૈયાર થયું ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments