ટ્રાયમ્ફે ભારતમાં સુપરબાઈક રોકેટ 3 GT લોન્ચ કરી તો BS6 હીરો મેસ્ટ્રો એજ 110ની કિંમત સામે આવી, જાણો તેની કિંમત-ફીચર્સ અને સ્પેસિફિકેશન

0
0

શુક્રવારે ભારતીય માર્કેટમાં ટ્રાયમ્ફ મોટરસાઈકલે તેની સુપરબાઈક રોકેટ 3 GT લોન્ચ કરી છે. તેની કિંમત 18 લાખ 40 હજાર રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, તેને સીબીયુ રૂટનાં માધ્યમથી ભારત લાવામાં આવી છે. તો બીજી તરફ હીરો મોટોકોર્પે તેના પોપ્યુલર સ્કૂટર BS6 મેસ્ટ્રો એજ 110ની કિંમતો જાહેર કરી છે. કંપનીએ ઓફિશિયલ સાઈટ પર કિંમત અપડેટ કરી છે. આ બંને પ્રોડક્ટ્સ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ…

1. BS6 હીરો મેસ્ટ્રો એજ 110: પહેલાં કરતાં સારી ફ્યુલ એફિશિયન્સી મળશે

હીરો મોટરકોર્પે તેની ઓફિશિયલ વેબસાઈટ પર BS6 હીરો મેસ્ટ્રો એજ 110ની કિંમતો અપડેટ કરી છે. જોકે કંપનીએ તેની કોઈ જાહેરાત કરી નથી. વેબસાઈટનાં લિસ્ટિંગ પ્રમાણે ડ્રમ અને અલોય વ્હીલ્સ મોડેલ ધરાવતાં બેઝિક વેરિઅન્ટની કિંમત 60,950 રૂપિયા તો તેના પ્રિમિયમ વેરિઅન્ટની કિંમત 62,450 રૂપિયા છે. બંને વેરિઅન્ટની કિંમત દિલ્હીના એક્સ-શો રૂમની છે.

પહેલાં કરતાં વધુ સારુ પિકઅપ અને ફ્યુલ એફિશિયન્સી

  • સ્કૂટરના એન્જિનમાં એક ફ્યુલ ઈન્જેક્ટેડ 110.9CCનું એર કૂલ્ડ સિંગલ સિલિન્ડર મળે છે. તે 7500 rpm પર 8PS પાવર અને 5000 rpm પર 8.75 nm ટોર્ક જનરેટ કરે છે. જોકે આ આંકડા BS4 એન્જિન સમાન જ છે.
  • કંપનીનો દાવો છે કે, BS6 એન્જિનમાં પહેલાં કરતાં વધુ સારુ પિકઅપ, સારી ફ્યુલ ઈકોનોમી અને સારી એન્જિન લાઈફ મળશે. તેમાં સારુ હિલ ક્લાઈમ્બ, ઓલ વેધર સ્ટાર્ટ અને સ્મૂધ રાઈડ ક્વોલિટી મળશે.

2 નવાં કલર ઓપ્શન સાથે કુલ 6 કલર વેરિઅન્ટ

  • તેનાં BS6 વેરિઅન્ટની ડિઝાઈનમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને ફ્રેશ લુક અને યુથ અપીલ આપવા માટે કંપનીએ નવા ગ્રાફિક્સ ઉમેર્યા છે.
  • BS6 મેસ્ટ્રો એજ 110માં ડિજિટલ ઈન્સ્ટ્રુમેશન, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ, ટેલિસ્કોપિક ફ્રન્ટ, LED ટેઈલ લાઈટ્સ, સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર, કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ અને ઓલવેઝ ઓન હેડલેમ્પ્સ જેવાં ફીચર મળે છે.
  • સ્કૂટરને 6 કલર ઓપ્શનમાં વેચવામાં આવશે. તેમાં કેન્ડી બ્લેઝિંગ રેડ, પર્લ ફેડલેસ વ્હાઈટ, પેન્થર બ્લેક, ટેક્નો બ્લૂ, સીલ સિલ્વર અને મિડનાઈટ બ્લૂ સામેલ છે. છેલ્લા બે કલર ઓપ્શન પ્રથમવાર સ્કૂટરના BS વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યા છે.

2. ટ્રાયમ્ફ રોકેટ GT: 50 પ્રકારની એસેસરિઝ સાથે મળશે

  • ટ્રાયમ્ફ બાઈકે પોતાની ફ્લેગશિપ બાઈક રોકેટ 3ને GT વેરિઅન્ટની સાથે ભારતમાં લોન્ચ કરી છે. તેની કિંમત 18.40 લાખ રૂપિયા છે. કંપનીએ ભારતમાં પહેલેથી રોડસ્ટર વેરિઅન્ટ Rનું વેચાણ કરી રહી છે, તેને 18 લાખ રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યું હતું. તેની જેમ GTને પણ કમ્પલીટલી બિલ્ટ યુનિટના રૂટનાં માધ્યમથી ભારતમાં લાવવામાં આવશે. 2020 રોકેટ 3 GTની ડિલિવરી આ મહિનાના અંત સુધીમાં શરુ થઇ શકે છે.
  • રોકેટ 3 GTમાં વધારે આરામદાયક ડિઝાઈન છે અને તે ફીટ-ફોરવર્ડ ફૂટરેસ્ટ અને એક ટૂરિંગ સ્ટાઈલ હેન્ડલબારથી સજ્જ છે. તેમાં આરામદાયક સીટિંગ બેકરેસ્ટ પીલિયન, લાંબી ફ્લાઈસ્ક્રીન અને હીટેડ ગ્રીપ છે. આ ઉપરાંત બાઈકમાં ફૂટ રેસ્ટ પોઝિશન પણ રાઈડર પોતાની રીતે એડજસ્ટ કરી શકે છે. બંને બાઈક એક જ પ્લેટફોર્મ બેઝ્ડ છે, પરંતુ તેમાં કોસ્મેટિક ચેન્જ જોવા મળશે, જે અલગ-અલગ રાઈડર્સ ટાર્ગેટ કરે છે. 2020 રોકેટ 3 GT સિલ્વર આઈસ અને સ્ટોર્મ ગ્રે કે ફેન્ટમ બ્લેક કલર ઓપ્શનમાં અવેલેબલ હશે.
  • ઓલ ન્યૂ 2500cc રોકેટ 3 ટ્રિપલ પાવર પ્લાન્ટમાં 6000rpm પર 167PSનો પાવર જનરેટ કરે છે જે જૂના મોડલથી 11 ટકા વધારે છે, જો કે, એન્જિન હજુ પણ રોકેટ 3 TFCની સરખામણીએ 14 ps પાવર જનરેટ કરે છે. 2458cc મોટર 4000rpm પર 221nmનો ટોર્ક જનરેટ કરે છે, કંપનીએ દાવો કર્યો છે કે, આ બાઈક અન્ય સ્પર્ધકોથી 71% વધારે શક્તિશાળી છે. જૂની બાઈક કરતાં નવી મોટરમાં ક્રેકકેસ, બેલેન્સ શાફ્ટ અને ડાઈ-સોમ્પ લુબ્રીકેશન સિસ્ટમ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here