SUVની કિંમતમાં આવશે Triumphની આ ધાંસૂ નવી બાઈક, આ તારીખે થઈ રહી છે લોન્ચ

0
0

રફ્તારનાં શોખીનો માટે, Triumph ભારતમાં તેની લક્ઝરી નવી બાઇક લોન્ચ કરવા જઇ રહ્યુ છે, જેનું નામ Rocket 3 GT છે. આ બાઇક 10 સપ્ટેમ્બરના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપરથી આ વિશે માહિતી આપી છે. જોકે બાઇકના ભાવને લઈને સસ્પેન્સ હજી બાકી છે, કંપનીએ કિંમતો જાહેર કરી નથી. પરંતુ આ બાઇક કંપનીની ભારતમાં સૌથી મોંઘી બાઇક હોઈ શકે છે.

દમદાર હશે એન્જીન

Triumph Rocket 3 GTમાં 2,458 સીસીનું ટ્રિપલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવશે, જે આ પહેલા અન્ય મોડેલોમાં પણ ઉપયોગમાં થઈ રહ્યુ છે. આ એન્જિન 167PSનો પાવર અને 221Nm નો મહત્તમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

બિલકુલ અલગ હશે દેખાવ

કંપનીની હાલની બાઇક Rocket 3R કરતા Rocket 3 GTનો લુક પણ બિલકુલ અલગ હશે. Triumphની નવી બાઇકમાં એડજસ્ટેબલ સ્વીપ-બેક હેન્ડલ્સ અને ફોરવર્ડ-સેટ ફૂટપેગ્સ આપવામાં આવશે. તેમાં આરામદાયક સીટો અને વિન્ડસ્ક્રીન સાથે ABS અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર તેમાં ચાર રાઇડિંગ મોડ્સ અને ક્રુઝ કંટ્રોલ વિકલ્પો પણ આપી શકાય છે.

કેટલો ખર્ચ થશે

જોકે કંપનીએ હજી સુધી આ કિંમત અંગે કંઇ કહ્યું નથી, પરંતુ Rocket 3R ભારતીય બજારમાં વેચવા માટે પહેલેથી જ ઉપલબ્ધ છે, જેની કિંમત 18 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં, અપેક્ષા રાખવામાં આવે છે કે Triumph Rocket 3GTની કિંમત આશરે 20 લાખ રૂપિયા અથવા તેથી વધુ હોઈ શકે છે, આ એકમાત્ર બાઇકની કિંમતમાં, ભારતમાં એક મોટી SUV આવે છે. પરંતુ શોખ એ Triumph બાઇકના ચાહકો માટે એક મોટી વસ્તુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here