અમદાવાદ : સોલા : સસરાની ગંદી હરકતોથી પરેશાન મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ : શારીરિક સંબંધ બાંધવા આપતા ધમકી.

0
17
assettype.com

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા મહિલાએ એક સૂસાઇડ નોટ પણ લખી હતી. જેમાં સાસારીવાળા સામે એક પછી એક ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલાની ફરિયાદ બાદ સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ મહિલા સારવાર હેઠળ છે.

સૂસાઇડ નોટમાં મહિલાએ સસરા પર છેડતીનો પણ આરોપ લગાવ્યો હતો. અવાર નવાર સસરા શારીરિક સંબંધ બાંધવા જોર આપતા હતા. એટલું જ નહિ પતિ તેમજ સાસુ સાથ આપતા અને માનસિક રીતે ત્રાસ આપતા હતા. સસરાની ગંદી હરકતોથી પરેશાન મહિલાએ મોતને વહાલું કરવાનું વિચારી લીધુ હતુ. અને ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

યુવતીએ ફિનાઇલ પીતા પહેલા એક સૂસાઇડ નોટ લખી હતી. જેમાં પતિ અને સાસરીવાળા સામે ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો સસરો અને દિયર તેની પાસે શારીરિક સંબંધની માંગણી કરતા હતા. તેમજ સાસુ અને પતિ પણ તેને આમાં સહકાર આપતાં હતા અને સંબંધ માટે દબાણ કરતા હતા. આ અંગે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિણીતાએ સૂસાઇડ નોટમાં જણાવ્યું છે કે, મારા સસરા દારૂ પીને અવાર-નવાર મારી જોડી ખોટી માંગણી કરતા અને મારી છેડછાડ કરતા. મારી સાસુને આ અંગે કહ્યું. મારી સાસુ ગંદા કામોમાં સહકાર આપતા. મારા સાસુએ મને એવું કહ્યું કે, તારો પતિ હવે આવતો નથી તો શું વાંધો છે. મારી એમાં સંમતિ છએ. એમાં ચિંતા ના કરીશ. પછી મેં મારા પતિને જાણ કરી આ બધી વસ્તુની કે તમારા પપ્પા આવું કરે છે. તમારા મમ્મી બી સહકાર આપે છે, તો મારા પતિએ મને કહ્યું કે, મારા પપ્પા જે કે તે પ્રમાણે કરવાનું. આ ઘરમાં રેવું હોય તો. તો જ હું તારું પૂરું કરીશ.

પરિણીતાએ ડીજીપીને સંબોધીને આ સૂસાઇડ નોટ લખી છે. જેમાં પતિ અને સાસરીવાળા કોલસેન્ટર અને સ્પાના નામે ગોરખધંધા કરતા હોવાનું જણાવ્યું છે. પરિણીતાએ પોલીસ વડા પાસે ન્યાયની માંગણી કરી છે. પરિણીતા હાલ તો સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here