Monday, February 10, 2025
Homeવર્લ્ડWORLD: PM પદ છોડ્યા બાદ ટ્રુડોની વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી?...

WORLD: PM પદ છોડ્યા બાદ ટ્રુડોની વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી? આગામી ચૂંટણી નહીં લડે!

- Advertisement -

કેનેડામાં વડાપ્રધાન પદ છોડ્યા બાદ જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે, તે આગામી સામાન્ય ચૂંટણી નહીં લડે. કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ ઓક્ટોબર 2025માં યોજાવાની છે. આ દરમિયાન ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, ‘હું આગામી ચૂંટણી લડીશ નહીં. આ મારો નિર્ણય છે. મેં ભવિષ્યમાં શું કરીશ તે વિશે વધુ વિચાર્યું નથી. અત્યારે, હું તે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું જેના કારણે કેનેડાના લોકોએ મને મત આપ્યો હતો.’

ટ્રુડો 2015માં સત્તામાં આવ્યા હતા

જસ્ટિન ટ્રુડો પહેલી વાર વર્ષ 2008માં ક્વૂબેકના પાપિનો મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2015માં પ્રચંડ વિજય બાદ તેમણે વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં તેમની લિબરલ પાર્ટીએ 338 માંથી 184 બેઠકો જીતી. જોકે, તેમને વર્ષ 2019 અને 2021ની ચૂંટણીમાં બહુમતી મેળવી શક્યા નહીં.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular