ગણેશ ચતુર્થી: ગણેશ સ્થાપનાની સાચી પૂજા વિધિ, શુભ-લાભ પ્રાપ્તિના ઉપાય

0
0

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

02 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીનું પર્વ શરૂ થાય છે. જો તમે પણ ગણપતિને ઘરની અંદર બેસાડી રહ્યા છો, તો અમે તમને જણાવીશું ગણેશજીની સાચી વિધિ અને સ્થાપનાની સાચી રીત. ગણેશ ચતુર્થી પર પૂજા માટે જરૂરી છે. ગણેશજીની નવી પ્રતિમા. જો તમે પ્રતિમા સ્થાપિત કરવા નથી માંગતા, તો એક સોપારીને ગણપતિ સ્વરૂપ માનીને તેને પણ ઘરે સ્થાપિત કરી શકો છો.

સ્થાપનાની સાચી રીત – ગણપતિને ઘરમાં સ્થાપિત કરતા પહેલા પૂજા સ્થળની સફાઈ કરી લો. પછી એક સાફ બાજોટ (પાટલા) પર લાલ કપડુ પાથરી તેના પર ચોખા રાખો અને ગણપતિને સ્થાપિત કરો. ત્યારબાદ ગણપતિને ધરો (ઘાસ) એટલે કે પાનના પત્તાની સહાયતાથી ગંગાજળથી સ્નાન કરાવો. પીળુ વસ્ત્ર ગણપતિને અર્પિત કરો અથવા નળાસડીની દોરીને વસ્ત્ર માની અર્પિત કરો. ત્યારબાદ તિલક કરી ચોખા ચઢાવો, ફૂલ ચઢાવો અને મિષ્ઠાન (મોદકના લાડુ)નો ભોગ લગાવો. કિર્તન કરો. પ્રસાદમાં પાંચ સુકો મેવો જરૂર રાખો.

આવી રીતે સામાન રાખો સાચી જગ્યા પર – ગણપતિની ચોકી પાસે તાંબાનો કે ચાંદીના કળશમાં જળ ભરીને રાખો. કળશ ગણેશજીની જમણી સાઈડ હોવો જોઈએ. આ કળશ નીચે ચોખા રાખો અને અને તેના પર નળાસડી જરૂર બાંધો. ગણપતિની જમણી સાઈડ જ દીવો પણ પ્રગટાવો. દીવાને સીધો ક્યારે પણ જમીન પર ન રાખો, તેના નીચે ચોખા જરૂર રાખો. પૂજાનો સમય નિશ્ચિત રાખો.

સંકલ્પ કરવો જરૂરી છે – ગણપતિની સ્થાપના બાદ જમણા હાથમાં ચોખા અને ગંગાજળ લઈ સંકલ્પ કરો. કહો કે અમે ગણપતિને આટલા દિવસ સ્થાપિત કરી પ્રતિ-દિવસ વિધિ વિધાનથી પૂજા કરીશું. સંકલ્પમાં એટલા દિવસનો સંકલ્પ કરો, જેટલા દિવસ ગણપતિને તમારા ઘરમાં વિરાજમાન કરવા માંગો છો.

ગણપતિનું આહ્વાહન કરો – ઓમ ગણેશાય નમ:નો જાપ કરીને સ્થાપિત કરો અને બાપ્પાને વિનંતી કરો કે, હે પ્રભુ અમે આટલા દિવસ તમને પ્રતિષ્ઠિત કરીને વિધિ પૂર્વક પૂજા કરવા માંગીએ છીએ. તમે રિદ્ધિ-સિદ્ધિ સાથે અમારા ઘરમાં વિરાજમાન થાઓ.

શુભ-લાભ પ્રાપ્તિ માટે – ઘરમાં શુભ-લાભની વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ગણપતિને પ્રતિ-દિવસ 5 ધરો (ઘાસ) અર્પિત કરો. સાથે પાંચ લીલી ઈલાયચી અને 5 કમરકાકડીને પૂજાના અંતિમ દિવસ સુધી ત્યાંજ રાખી મુકો. પૂજા સંપન્ન થયા બાદ કમરકાકડીને લાલ કપડામાં બાંધી ઘરના મંદિરમાં રાખી લો તથા ઈલાયચીને પ્રસાદ તરીકે ગ્રહણ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here