વ્હાઇટ હાઉસનો દાવો : ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં ટ્રમ્પ અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિથી આગળ, આવનારા સમયમાં બન્ને દેશના સંબંધો વધુ સારા બનશે

0
0

વોશિન્ગટન. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે સંબંધો મજબૂત કરવાના મામલે અમેરિકાના અન્ય કોઇ રાષ્ટ્રપતિથી આગળ છે. છેલ્લા ત્રણ વર્ષોમાં ટ્રમ્પે ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે સંબંધો વિકસિત કર્યા છે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન જ અમેરિકાએ કોઇ કરાર વિના આર્મ્ડ MQ-9 અનમેન્ડ એરિયલ સિસ્ટમ આપીછે. આવનારા દિવસોમાં તેઓ ભારત સાથે સંબંધો વધુ ગાઢ બનાવવા માટે કામ કરતા રહેશે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે ભારત અને અમેરિકા કોરોના મહામારી પછી સાથે આવ્યા છે. બન્ને દેશની ફાર્મા કંપનીઓએ વિશ્વભરમાં દવાઓનો ગ્લોબલ સપ્લાય ચાલુ રાખ્યો. વેક્સિન તૈયાર કરવા માટે પણ બન્ને દેશની કંપનીઓ સાથે કામ કરી રહી છે. વ્હાઇટ હાઉસ સિક્યોરિટી કાઉન્સિલના એક સિનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી.

અમેરિકા ભારતને હથિયાર આપનાર બીજો સૌથી મોટો દેશ

વ્હાઇટ હાઉસ સિક્યોરિટી કાઉન્સિલ પ્રમાણે ટ્રમ્પના શાસનમાં અમેરિકા ભારતને હથિયાર આપનાર બીજો સૌથી મોટો દેશ બન્યો છે. એક દાયકા પહેલા બન્ને દેશો વચ્ચે હથિયારના સોદા થતા ન હતી પરંતુ ટ્રમ્પના આવ્યા બાદ અમેરિકાએ ભારતને 20 અબજ ડોલર (1490 હજાર કરોડ રૂપિયા)ના હથિયાર વેચ્યા છે. આ વર્ષે 3 અબજ ડોલરના હથિયારોનો સોદો થયો છે. તે અંતર્ગત અમેરિકા ભારતને MH-60 આર નેવલ હેલિકોપ્ટર અને AH-64 અપાચે હેલિકોપ્ટર આપશે.

ટ્રમ્પ અને મોદીના બન્ને દેશમાં પ્રવાસોથી મિત્રતા ગાઢ બની

ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદીએ એકબીજાના દેશનો પ્રવાસ કર્યો છે. તેનાથી બન્ને દેશ વચ્ચે મિત્રતા ગાઢ બની છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ 26 જૂન 2017ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ આવ્યા હતા. સપ્ટેમ્બર 2019માં મોદીએ હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં 55 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. ફેબ્રુઆરી 2020માં ગુજરાતમાં ટ્રમ્પ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં આવ્યા હતા જ્યાં લગભગ 11 લાખ લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં મજબૂતી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here