ટ્રમ્પે નમસ્તેથી કરી ભાષણની શરૂઆત; કહ્યું- આતંકવાદ સામે સાથે મળીને લડીશું; અંતે કહ્યું- Love you India,

0
8

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાને મોદી 22 કિમીનો રોડ શો પૂરો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયા છે. અહીં જય-જય કારા ગીતથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના મુખ્ય અંશો

 • ભારતમાં હંમેશા જ્ઞાનનો ભંડાર રહ્યો છે
 • દીકરી ઈવાન્કાની ભારત મુલાકાતને યાદ કરી ટ્રમ્પે દીકરીનો પણ આભાર માન્યો
 • માત્ર પુસ્તકોમાં જ નહીં પરંતુ લોકોમાં પણ ભારત ધબકી રહ્યું છે
 • ભારત-અમેરિકાનું બજાર એક બીજા માટે જ છે
 • કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશું
 • પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે
 • ભારતમાં મહિલા ઉદ્યોગીઓના ટ્રમ્પે વખાણ કર્યા
 • અંતરિક્ષ ક્ષેત્રે બંને દેશોના સંબંધો સારા થશે
 • રક્ષા સોદાને મજબૂત કરીશું, બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે
 • દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકવામાં આવશે
 • બંને દેશો આતંકવાદ સામે મળીને કામ કરશે
 • અમે અલબગદાદીનો ખાતમો કર્યો છે
 • કાલે દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશું
 • 3 મિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરવામાં આવશે
 • અમે તાજમહેલ જોવા પણ જવાના છીએ.
 • અમેરિકામાં રહેતો દર ચોથો વ્યક્તિ ગુજરાતી છેઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો સારા રહે
 • બંને દેશોની અર્થવ્યવસ્થામાં ઉછાળો છે
 • ભારતની એકતા વિશ્વમાં પ્રેરણા દાયક છે
 • ટ્રમ્પે ગાંધીજીની દાંડીયાત્રાનો ઉલ્લેખ કર્યો
 • બોલિવૂડની ફિલ્મોમાં રચનાત્મકતા દેખાય છે
 • દેશભક્ત સરદાર પટેલની મૂર્તિ બનાવીને ભારતે ઈતિહાસ રચ્યો છે
 • રંગોના તહેવાર હોળી અને દીવાળીનો પણ ઉલ્લેખ કર્યો
 • અમેરિકામાં રહેતા ભારતીયો પણ ઘણું સારુ કામ કરી રહ્યા છે
 • હેલ્થી અને હેપ્પી અમેરિકા માટે ટ્રમ્પે જે કર્યું છે તેના સારા પરિણામો મળી રહ્યા છે.
 • હું 130 કરોડ ભારતવાસીઓ તરફથી ટ્રમ્પને આમંત્રિત કરું છું
 • વડાપ્રધાન મોદીને ટ્રમ્પે કહ્યું કે, તમે ગુજરાતનું ગૌરવ છો. તમે સાબિત કરી બતાવ્યું છે કે સખત મહેનત અને જુસ્સાથી ભારતીયો ધારે તે હાંસિલ કરી શકે છે
 • મોદીના નેતૃત્વમાં દરેક ઘરમાં વીજળી પહોંચી છે
 • ટ્રમ્પે બોલિવૂડ, ફિલ્મ DDLJ અને મહાન ક્રિકેટર સચીનને યાદ કર્યા
 • દુનિયાનો સૌથી મોટો મધ્યવર્ગ ધરાવતો દેશ મોદીના નેતૃત્વમાં આગામી 10 વર્ષમાં દેશમાંથી ગરીબી દૂર કરવામાં આવશે
 • મોટા ભાગના ઘરમાં ગેસ પર ખાવાનું બનાવાવમાં આવી રહ્યું છે
 • અહીં દર મિનિટ 12 લોકો ગરીબીમાંથી બહાર આવે છે.
 • ટ્રમ્પે નમસ્તેથી ભાષણની શરૂઆત કરી
 • ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમમાં આવીને ઘણો આનંદ થયો
 • વડાપ્રધાન મોદી મારા સાચ્ચા મિત્ર છે
 • દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે
 • અમેરિકા હંમેશા ભારતનું ખાસ મિત્ર રહેશે
 • મોદીનો દેશ ઘણું સારુ કામ કરી રહ્યો છે
 • દુનિયામાં ભારતને ઘણી સફળતા મળી છે

મોદીના ભાષણના મુખ્ય અંશો

– ટ્રમ્પ પરિવારને ભારતના પરિવાર જેવી જ મીઠાશ મળશે

– અહીં તમારુ દિલથી સ્વાગત છે

– આજે તેઓ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમેરિકાથી સીધા અહીં આવ્યા છે

– ટ્રમ્પ પરિવારે આજે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી

– 5,000 વર્ષ જૂનું આયોજીત નગર આ ભૂમિ પર છે

– હાઉડી મોદી કાર્યક્રમથી અમેરિકાની યાત્રાની શરૂઆત કરી હતી. અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઐતિહાસિક યાત્રાનો આરંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પથી કરી રહ્યા છે.

– મોટેરા સ્ટેડિયમની દરેક બાજું ભારતની વિવિધતાના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.
– નમસ્તેનો અર્થ પણ ઘણો ઊંંડો છે .. આ દુનિયાની પ્રાચીન ભાષા સંસ્કૃતનો છે.
– આટલા ભવ્ય સમારોહ માટે ગુજરાતના અને અન્ય રાજ્યના લોકોનું અભિવાદન કરું છું

– આઝાદીમાં યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે આજે તમારુ સ્વાગત છે

– સરદાર પટેલનું સ્ટેચ્યૂટી ઓફ યુનિટી નું ગૌરવ છે

– અહીં ઘણાં પડકારો અને તક રહેલી છે

– આ મુલાકાતથી ભારત-અમેરિકાની મજબૂત દોસ્તી દર્શાવે છે

– આ એક એવો અધ્યાય છે જે ભારત-અમેરિકાના લોકોના વિકાસને નવી તક આપશે

– ટ્રમ્પ ખૂબ મોટું વિચારે છે અને અમેરિક ડ્રિમ્સને સાકાર કરવા માટે તેમણે જ કર્યું છે તે આખી દુનિયા જાણે છેે

– મેલેનિયા તમારુ અહીં હોવું અમારા માટે ખૂબ સન્માનની વાત છે

– આજ તમે વિવિધતાથી ભરેલા એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષાઓ બોલવામાં આવી રહી છે.સેંકડો સમુદાય છે.

– એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે તો બીજાને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ છે

– ઈવાન્કા બે વર્ષ પહેલાં પણ તમે ભારત આવ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું કે, હું ફરી ભારત આવવા માંગીશ. મને ખુશી છે કે આજે તમે ફરી અમારી વચ્ચે છો. તમારું સ્વાગત છે.

– જમાઈ વિશે મોદીએ કહ્યું કે, તમે લાઈમ લાઈટથી દૂર રહો છો. તમને મળીને અહીં જોઈને ઘણી ખુશી થાય છે.

– આજે તમે એ ભૂમિ પર છો જ્યાં 5 હજાર વર્ષ જૂનું શહેર ધોળાવીરા અને લોથલ સી પોર્ટ રહ્યું છે. તમે એ સાબરમતી નદીના તટ પર છો જેનો ભારતની આઝાદીમાં મહત્વનું સ્થાન રહ્યું છે. આજે તમે વિવિધતાથી સજ્જ એ ભારતમાં છો જ્યાં સેંકડો ભાષા બોલાય છે, સેંકડો પ્રકારના પહેરવેશ છે, ખાણીપીણી છે, અનેક પંથ અને સમુદાય છે. ડાયર્સિટીમાં યુનિટી અને યુનિટીની વાયબ્રન્સી ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધનો સૌથી મોટો આધાર છે.

– ધેર ઇઝ સો મચ ધેટ વિ શેર. શેર્ડ વેલ્યૂઝ એન્ડ આઇડિયાઝ. શેર્ડ સ્પિરીટ ઓફ એન્ટર્પ્રાઇઝ એન્ડ ઇનોવેશન. શેર્ડ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ.
– આ નવો અધ્યાય છે જે અમેરિકા અને ભારતના લોકો માટે પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીનો નવો દસ્તાવેજ બનશે.

લાઈવ અપડેટ્સ

 • મોદીના ભાષણથી કાર્યક્રમની શરૂઆત- નમસ્તે ટ્રમ્પથી મોટેરામાં ટ્રમ્પનું સ્વાગત કરાયું, India-US Friendship Long Liveના નારા લગાવ્યા
 • ડોનાલ્ડ ટ્રમ્પે અહીં અમિત શાહ સાથે મુલાકાત કરી.
 • ડોનાલ્ડ ટ્રમ્પ-મેલેનિયા અને વડાપ્રધાન મોદીએ નાગરિકતા અભિવાદન સમિતિ સાથે મુલાકાત કરી
 • આખું સ્ટેડિયમ હાઉસ ફૂલ
 • અભિવાદન સમિતિએ ટ્રમ્પનું મોટેરા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું

સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત
સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા..’ ગીત પર ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે. ત્યારબાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરફોર્મન્સ કર્યું હતું. તેમણે મોગલ આવે…સહિતના ગીતો પર પરફોર્મ કર્યું છે. કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે ‘લાડકી’ ગીત પર પરફોર્મ કર્યું છે. ગીતા રબારીએ ‘રોણા શેરમાં રે..’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવ ગોહિલે ‘સુનો ગોર સે દુનિયા વાલો…’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવે ‘લાગ્યો કસુંબીનો રંગ’ ગાયને દર્શકોને મોજ કરાવી હતી.

મોટેરામાં 1.10 લાખ લોકો વચ્ચે 3.00 વાગે સુધી રહેશે
સ્ટેડિયમની આસપાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. નાગાલેન્ડ, આસામ સહિત વિવિધ રાજ્યોના કલાકાર, સંગીત-નૃત્યનો કાર્યક્રમ રજૂ કરશે. સૂફી ગાયક કૈલાસ ખેર, સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિત અનેક કલાકારોના વિવિધ કાર્યક્રમ પણ આ દરમિયાન રજૂ થશે. ત્યાર પછી સૌથી પહેલાં મોદીનું ભાષણ થશે, તેઓ અમેરિકા-ભારતના સંબંધો અંગે વાત કરશે. ત્યારપછી ટ્રમ્પનું ભાષણ યોજાશે. તેઓ મોદી સાથે મિત્રતાની વાત કરશે, ભારત સાથેના સંબંધો અંગે પણ જણાવશે. ભારતના લોકતંત્રની વાતની સાથે અમેરિકામાં વસેલા ભારતીયોની સાથે ગુજરાતીઓનો પણ ઉલ્લેખ કરશે. ત્યારપછી ટ્રમ્પ અને મેલેનિયા મોદીની સાથે બધાનું અભિવાદન કરશે. મોદી અને ટ્રમ્પ પરિવાર ઓપન જીપ્સીમાં સ્ટેડિયમનું ચક્કર લગાવશે.

મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પાણીની વ્યવસ્થા
મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પીવાના પાણીના સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક સ્ટોલ પર ઓછામાં ત્રણ લોકોને વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here