કોરોના દુનિયામાં 3.17 કરોડ કેસ : અમેરીકામાં સંક્રમણથી થયેલ બે લાખ લોકોના મૃત્યુને ટ્રમ્પે શરમજનક ગણાવ્યું.

0
5

વિશ્વમાં કોરોનાના કેસનો આંક 3.17 કરોડથી વધુ પહોંચ્યો છે. સાજા થનાર લોકોની સંખ્યા અત્યાર 2 કરોડ 33 લાખ 82 હજાર 126 થી વધી ગઈ છે. અત્યાર સુધીમાં 9 લાખ 74 હજાર 620 લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં કોરોનાના કારણે 2 લાખ લોકોમાં થયેલ મૃત્યુને શરમજનક ગણાવ્યા છે. તેમના પ્રમાણે, સરકારે વધતાં કોરોનાના કેસને અટકાવવા માટે તમામ પ્રકારના કારગર ઉપાયો કર્યા છે.

અમેરિકા: ટ્રમ્પનું નવું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં કોરોનાના કારણે 2 લાખ લોકોમાં થયેલ મૃત્યુને શરમજનક ગણાવ્યા છે. ધ ગાર્ડિયને આ બાબતની જાણકારી આપી છે. મંગલવારે વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રમ્પે આ ટિપ્પણી કરી હતી. એક રિપોર્ટેરે તેમણે પૂછ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસથી 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આપ આ બાબતે શું કહેશો? આ બાબતે ટ્રમ્પે કહ્યું કે , મારા હિસાબે તો આ શરમજનક છે. પરંતુ, હું તે પણ કહીશ કે અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં ન ઉઠાવત તો આ મૃત્યુ આંક અઢી લાખથી વધુ પહોચ્યો હોત. આપે UN માં મારુ સંબોધન જોયું હશે. ચીન જો ઇચ્છત તો કોરોના પોતાના દેશની બહાર આવ્યો ન હોત. ચીને કોરોનાના વાયરસને દુનિયાના દરેક ભાગમાં પહોચાડ્યો.

બ્રિટન : 6 મહિના પ્રતિબંધ લંબાઈ શકે છે

બ્રિટનમા સંક્રમણની બીજી લહેરની પુષ્ટિ સ્વયં વડાપ્રધાન બોરિસ જોનસન કરી ચૂક્યા છે. હવે માહિતી મળી રહી છે કે બ્રિટનમાં સરકારે જે પ્રતિબંધ લગાવ્યા છે તે 6 મહિના સુધી લંબાઈ શકે છે. જો કે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. લગ્ન અને રમતગમતના પ્રસંગો પર પ્રતિબંધો પણ લંબાઈ શકે છે. મંગળવારે બોરીસે કહ્યું કે – ફૂટબોલ મેચોમાં ફરીથી વિચારણા કરવામાં આવશે. ત્યાં ઘણા લોકો એકઠા થાય છે. અંતિમ સંસ્કારમાં 30 થી વધુ લોકો આવશે નહીં. માસ્ક ફરજિયાત રહેશે. લંડન અને દેશના બાકીના ભાગમાં ટેક્સીઓ ચલાવવા અંગે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરી શકાય છે.

પેરૂ : બીજી લહેરનો ભય

પેરૂના આરોગ્ય પ્રધાને દેશમાં સતત વધતાં કેસને લઈને સ્વીકાર કર્યો કે આ બીજી લહેરના સંકેત છે. લુઈસ સુરેજે કહ્યું કે, જે પ્રકારે કેસ વધી રહ્યા છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે આપણે સંક્રમણના બીજા રાઉન્ડમાં પ્રવેશી ચૂક્યા છીએ. અને આ સારા સંકેત નથી. સરકાર કોરોના મામલે વધુ કડક પગલાં ભરી શકે છે કેમકે લોકોને આ મુશ્કેલીઓથી બચાવવાના છે. આપ જોઈ રહ્યા હશી કે સ્પેન, બેલ્જિયમ અને ઈટાલીમાં કેસ તેજ ગતિથી વધી રહ્યા છે. લેટિન અમેરીકામાં પણ કોરોનાએ સખત મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

ઇઝરાયલમાં વિરોધ પ્રદર્શન યથાવત

ઇઝરાયલમાં નેતન્યાહુ સરકાર માટે મુશ્કેલી ઊભી થઈ છે. વધતાં સંક્રમણ ને કાબુમાં લેવા માટે સરકારે દેશના કેટલાક ભાગોમાં લોકડાઉન લગાવી દીધું છે, પરંતુ લોકો તેનું પાલન કરવા તૈયાર નથી. અલજાઝિરાના એક અહેવાલ મુજબ, ઇઝરાયલના ઘણા શહેરોમાં લોકોએ લોકડાઉન વિરુદ્ધ દેખાવો કર્યા. આ લોકોનો આરોપ છે કે માર્ચથી તેમની જીંદગી પર ખરાબ રીતે અસરથઈ છે.

કેટલાક સામાજિક સંગઠનોએ કહ્યું છે કે સરકાર તેની નિષ્ફળતાનો દોષ દેશના લોકો પર લગાવવા માંગે છે. સરકારે શુક્રવારથી ત્રણ અઠવાડિયાના લોકડાઉનનું એલાન કર્યું છે. દરમિયાન, યહૂદીઓનું નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. આને કારણે લોકો વધુ નારાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here